Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

હવે દેશના તમામ રેલવે સ્ટેશન પર મળશે 'ફ્રી વાઇ-ફાઇ'

નવી દિલ્હી તા. ૧૯ : ભારતીય રેલ્વે સ્ટેશનો પર ટૂંક સમયમાં જ યાત્રિઓને ફ્રી વાઇ-ફાઇની સુવિધા મળશે. રેલ્વે રાજયમંત્રી રાજેન ગોહેને લોકસભામાં એક સવાલનાં જવાબમાં લિખિત જાણકારી આપી છે. આ સાથે જ એવું પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે કે આ મદદમાં રેલ્વેએ કોઇ જ ખર્ચ કરવાનો રહેશે નહીં.

તેઓએ પોતાનાં જવાબમાં કહ્યું કે, 'હોલ્ટ સ્ટેશનોને છોડીને દેશનાં પ્રત્યેક સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવશે. વર્તમાન સમયમાં દેશનાં અલગ-અલગ ભાગોમાં ૭૦૭ સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવી રહી છે. જેને સતત આગળ વધારવામાં આવી રહેલ છે.'

રેલ્વે રાજયમંત્રીએ વધુમાં એમ પણ કહ્યું કે, 'રેલ-ટેલએ ‘A-1’ અને ‘A’ વર્ગનાં સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મેસર્સ મહાતા ઇન્ફર્મેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એમઆઇઆઇપીએલ)ની સાથે સમજૂતી કરેલ છે. આ કંપની મેસર્સ ગૂગલ ઇન્ફારપોરેટેડની કંપની છે.' (૨૧.૮)

(10:31 am IST)