Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

દેશના 52,000 ગામડાઓમાં હજુ મોબાઈલ નેટવર્ક પહોંચ્યું જ નથી

 

નવી દિલ્હી ;ડીઝીટલ ઇન્ડિયાના નારા વચ્ચે દેશના 52,000 ગામડાંઓ સુધી આજે પણ મોબાઇલ નેટવર્ક પહોંચ્યું નથી. ભાજપા સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ સંસદમાં સંચાર મંત્રાલયમાં લેખિતમાં જવાબ માંગ્યો હતો કે, દેશમાં એવા કેટલા ગામડાઓ છે, જ્યાં હજુ સુધી મોબાઈલ નેટવર્ક પહોંચ્યું નથી. સંચાર મંત્રાલયના રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ જવાબ આપતા જણાવ્યું કે, દેશમાં લગભગ 52,685 ગામડા એવા છે, જ્યાં મોબાઈલ નેટવર્ક પહોંચાડવાનું બાકી છે.

(8:56 am IST)