Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અયોધ્યામાં જમીનોના વધુ બે સોદા વિવાદમાં : 20 લાખમાં ખરીદીને ટ્રસ્ટને 2.50 કરોડમાં વેચી

બીજી જમીનની 27 લાખ રૂપિયાની હતી તેને પણ મેયરના ભતીજાએ રામ મંદિર ટ્રસ્ટને એક કરોડમાં વેચી

 

નવી દિલ્હી : અયોધ્યામાં શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી રહેલી જમીનોાં વધુ બે સોદા વિવાદમાં આવી ગયા છે. આ જમીનના સોદામાં અયોધ્યાના મેયર ઋષિકેસ ઉપાધ્યાયના ભતીજા દીપ નારાયણ ઉપાધ્યાયની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એક જમીન જે દીપ નારાયણે 20 લાખ રૂપિયામાં ખરીદી તેને તેને રામ જન્મભૂમિને અઢી કરોડમાં વેચી દેવામાં આવી. જ્યારે બીજી જમીન જેની કિંમત 27 લાખ રૂપિયા હતી તેને પણ મેયરના ભતીજાએ રામ મંદિર ટ્રસ્ટને એક કરોડમાં વેચી છે

   મંદિર નિર્માણ માટે અયોધ્યામાં શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી રહેલી જમીનમાં બે સોદામાં કોભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 20 ફેબ્રુઆરી 2021માં અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયના ભત્રીજાના દીપ નારાયણ ઉપાધ્યાયે ગાટા સંખ્યા 135થી 890 વર્ગ મીટરની જમીન અયોધ્યા મહંત દેવેન્દ્ર પ્રસાદે આચાર્ય 20 લાખ રૂપિયામાં ખરીદી હતી. ખરીદેલી જમીનની કિંમત સર્કિલ રેટ હિસાબથી 35.6 લાખ આંકી ગઈ

3 મહિના પછી 11 મે 2021ને દીપ નારાયણે કોટ રામચંદ્ર હવેલીની આ જમીનને રામ મંદિર ટ્રસ્ટને 2.5 કરોડ રૂપિયામાં વેચવામાં આવી. જે જમીનને 20 લાખમાં ખરીદવામા આવી તેને 3 મહિના પછી મેયરના ભત્રીજાએ રામ મંદિર ટ્રસ્ટને અઢી કરોડમાં વેચી દીધી. સૌથી મોટી વાત આ સોદામાં સાક્ષી ટ્રસ્ટ તરફથી અનિલ મિશ્રા પણ હાજર હતા અને તે 2.5 કરોડ રૂપિયા તે દિવસે દીપ નારાયણ ઉપાધ્યાયના ખાતામાં આરટીજીએસ કરી દેવામાં આવ્યા. .

(11:57 pm IST)