Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

બોલિવૂડ સેલિબ્રિટી રેપર રફ્તાર હવે તેના પરફોર્મન્સ માટે ક્રિપ્ટોકરન્સીમાં લેશે.પેમેન્ટ : ભારતનો પહેલો કલાકાર બન્યો

કેનેડામાં રફ્તાર વર્ચુઅલ પરફોર્મન્સ એટલે કે ઓનલાઇન પરફોર્મન્સ આપશે, જેના માટે તે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી લેશે

મુંબઈ :દેશમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ સતત વધી રહ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટી રેપર રફ્તારનું  દેશનો પહેલો કલાકાર બની ગયો છે જે તેના પરફોર્મન્સ માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ લેશે.   

  આઈએએનએસના અહેવાલ મુજબ રફ્તારે કહ્યું કે હું હંમેશાં બ્લોકચેન ટેકનોલોજીનો પ્રશંસક રહ્યો છું. મને આશ્ચર્ય થાય છે કે દેશમાં કલાકારો ક્રિપ્ટોકરન્સીની શક્યતાઓ કેમ ધ્યાનમાં લેતા નથી.

   તેમણે કહ્યું કે મેં આ દિશામાં એક નાનું પગલું ભર્યું છે. આનો તમામ શ્રેય મારા મેનેજર અંકિત ખન્નાને જાય છે. તેણે આ સ્વપ્ન સાકાર કર્યું છે અને હવે હું મારા પરફોર્મન્સ માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ લઈશ. જુલાઈના બીજા અઠવાડિયામાં, રફ્તાર વર્ચુઅલ પરફોર્મન્સ એટલે કે ઓનલાઇન પરફોર્મન્સ આપશે, જેના માટે તે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી લેશે. 60 મિનિટનો આ કાર્યક્રમ કેનેડામાં યોજવામાં આવ્યો છે. તે એક ખાનગી પાર્ટી હશે જેમાં 100 મહેમાનો ભાગ લેશે.

અંકિત ખન્નાએ બ્લોકચેન ટેક્નોલોજી વિશે જણાવ્યું હતું કે આ તકનીકની મદદથી મ્યુઝિક ઉદ્યોગમાં ઘણા પરિવર્તન આવશે. હવે કલાકારો કોઈ પણ મિડલ મેનની મદદ વગર તેમના ચાહકો સુધી પહોંચી શકશે. આ કાર્યમાં રફ્તારના સમર્થન માટે હું તેમનો આભાર માનું છું.

(11:43 pm IST)