Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજ્યોને લોકડાઉન ખોલવાની પ્રક્રિયા ખુબ સાવધાનીપૂર્વક કરવા કેન્દ્રસરકારની તાકીદ

જમીની સ્થિતિ આંકલનના આધાર પર પ્રતિબંધોમાં છૂટછાટ આપો : રસીકરણની ગતિ ઝડપી કરે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપીલ કરી છે કે તેઓ Covid-19 મહામારીથી બચવા માટે લોકડાઉન ખોલતી વખતે COVID અનુકૂળ વ્યવહાર, તપાસ દેખરેક- સારવાર અને રસીકરણ જેવી ખુબ જ મહત્વપૂર્ણ પાંચ રણનીતિઓ અપનાવે.

બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા સંદેશાઓમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, સંક્રમણના પ્રસારને તોડવા માટે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના રસીકરણ ખુબ જ મહત્વપૂર્ણ છે. તેમને કહ્યું કે, એવાામં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ રસીકરણની ગતિ ઝડપી કરે.

ગૃહ સચિવે કહ્યું કે મહામારીની બીજી લહેર દરમિયાન અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણના કેસોમાં ઉલ્લેખનિય વધારો નોંધયો અને અનેક સંક્રમણના પ્રસારને રોકવા માટે પ્રતિબંધ લગાવ્યો.

તેમને કહ્યું, “સંક્રમના કેસોમાં ઘટાડાને જોતા અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પ્રતિબંધોમાં રાહત આપવાનું શરૂ કરી દીધું છે, એવામાં રેખાંકિત કરવા ઈચ્છું છુ કે લોકડાઉન ખોલવાની પ્રક્રિયા સાવધાનીપૂર્વક વ્યવસ્થિત અને જમીની સ્થિતિ આંકલનના આધાર પર થાય.”

ભલ્લાએ કહ્યું કે, કેટલાક રાજ્યોમાં પ્રતિબંધોમાં છૂટ આપવાથી Covid અનુકૂળ વ્યવહાર માનદંડોનું પાલન કર્યા વગર, માર્કેટોમાં ફરીથી ભીડ શરૂ થઈ ગઈ છે.

(8:29 pm IST)