Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઈતિહાસમાંથી સોમરસ બનાવવાની રેસિપી ગાયબ

લોકો સોમરસને દારુ સમજે છે : સોમરસ એવું જળ છે, જે સંજીવનીની જેમ કામ કરે છ, તે શરીરને હંમેશા જવાન અને તાકાતવાર બનાવી રાખે છે

નવી દિલ્હી,તા.૧૯ : સોમરસ એક એવુ પીણુ છે, જેનો ઉલ્લેખ દેવતાઓના વર્ણન સાથે થાય છે. દેવતાઓ સાથે જોડાયેલ દરેક ગ્રંથ, કથા, સંદર્ભમાં દેવગણોમાં સોમરસનુ સેવન કર્યાનું બતાવાયું છે. આ સમસ્ત વર્ણનોમા જે પ્રકારના સોમરસનું વર્ણન કરવામાં આવ્યું છે, તે પરથી સમજી શકાય તે અત્યંત ગુણકારી પેય છે. આપણા વેદ પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં સોમરસનું વર્ણન આવે છે. આપણે લોકો સોમરસ એટલે કે દારુ સમજીએ છીએ. પરંતુ આ તથ્ય બિલકુલ ખોટું છે. સોમરસ, મદિરા અને સુરાપાન ત્રણેયમાં તફાવત છે. સોમરસ એટલે ગુણકારી પેય. પરંતુ કહેવાય છે કે, ઈસાના પહેલા જ આ પીણું ગાયબ થઈ ગયું હતું. તે સમયના લોકોએ આગળની પેઢીને તેની માહિતી આપી જ નહિ. તેથી સોમરસ બનાવવાની વિધિ ઈતિહાસમાં જ ક્યાંય ગાયબ થઈ. આ પાછળ શુ કારણ હતું તે જાણી શકાયુ નથી.  સોમરસ એવું જળ છે, જે સંજીવનીની જેમ કામ કરે છે.

 

       તે શરીરને હંમેશા જવાન અને તાકાતવાર બનાવી રાખે છે. એટલે કે સોમ બહુ જ સ્વાદિષ્ટ અને મીઠું જળ છે. તેનું પાન કરનારા લોકો હંમેશા બળવાન હોય છે. તે અપરાજેય બની જાય છે. શાસ્ત્રોમાં સોમરસને લૌકિક અર્થમાં એક બળવર્ધક પીણું માનવામાં આવ્યું છે. ગ્રંથોમાં લખાયું છે કે, તે એક નિચોડી લેવાયોલું શુદ્ધ દહીં મિશ્રિત જળ છે. નિચોળાયેલું સોમરસ તીખો હોવાને કારણે તેમાં દૂધ કે દહી મિક્સ કરે તૈયાર કરવામાં આવે છે. જે જળમાં દૂધ અને દહી મિક્સ કરવાની વાત આવે છે, તો તે દારૂ ન હોઈ શકે. મદિરાના પાન માદે પાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કે, સોમરસ માટે સોમપાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મદ એટલે કે નશો અથવા ઉન્માદ. જ્યારે કે સોમનો મતલબ શીતળ અમૃત એવો થાય છે. દેવતાઓ માટે આ એક મુખ્ય પીણું હતું અને તેનો ઉપયોગ  યજ્ઞોમાં થતો હતો. વરાહપુરાણમાં જણાવ્યા અનુસાર, બ્રહ્મા અશ્વિની કુમાર, જે સૂર્યપુત્ર હતા, તેમની તપસ્યાના ફળસ્વરૂપે સોમરસના અધિકારી હોવાનો આર્શીવાદ આપતા હતા, એટલે કે તેનો અધિકાર માટે દેવતાઓને જ હતો. જેને પણ દેવત્વ પ્રાપ્ત થતું હતું, તેને તપસ્યા બાદ હોમના માધ્યમથી સોમરસનું પાન કરવાનો અધિકાર મળતો હતો.

(7:07 pm IST)