Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

આસામમાં બે કરતા વધુ બાળકોના હશે તો સરકારની અમુક યોજનાઓ લાભ નહિ મળે : સીએમની મોટી જાહેરાત

મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું-કેટલીક યોજનાઓ છે જેમાં અમે બે બાળકોની નીતિનો અમલ કરી શકતા નથી.

આસામમાં બે કરતા વધુ બાળકોના માતા-પિતાને સરકારની યોજનાઓ લાભ નહિ મળે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે આસામ સરકાર તબક્કાવાર ‘બે બાળકોની નીતિ’ લાગુ કરશે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં આ શક્ય નથી. પરંતુ રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો અમલ કરવામાં આવશે.

આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ શનિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોવાથી આસામની તમામ યોજનાઓમાં સૂચિત ‘વસ્તી નિયંત્રણ નીતિ’ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. "કેટલીક યોજનાઓ છે જેમાં અમે બે બાળકો(Two Child)ની નીતિનો અમલ કરી શકતા નથી.

જેમ કે શાળાઓ અને કોલેજોમાં નિ: શુલ્ક શિક્ષણ અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ. પરંતુ કેટલીક યોજનાઓમાં, જેમ કે જો રાજ્ય સરકાર આવાસ યોજના શરૂ કરે છે, તો બે બાળકોનો નિયમ લાગુ કરી શકાય છે. ધીરે ધીરે તેનો અમલ રાજ્ય સરકારની દરેક યોજનામાં કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ પરિવારના કદ માટે તેમના માતાપિતાને નિશાન બનાવવાની વિપક્ષની ટીકા કરી હતી. સરમા પાંચ ભાઇઓના પરિવારમાં છે. “1970 ના દાયકામાં અમારા માતાપિતા અથવા અન્ય લોકોએ જે કર્યું તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. વિપક્ષ આવી વિચિત્ર વાતો કહી રહ્યો છે અને અમને 70 ના દાયકામાં પાછો લઈ રહ્યો છે. ”

સરમાએ 10 જૂનના રોજ ત્રણ જિલ્લામાં થયેલી બેદખલી અંગે વાત કરી હતી અને અલ્પ સંખ્યક પરિવારને ગરીબી ઓછી કરવા વસ્તી નિયંત્રણને લઇને “શાલીન પરિવાર નિયોજન નીતિ” અપનાવવા વિનંતી કરી હતી. સરમાએ મોટા પરિવાર માટે પ્રવાસી મુસ્લિમ સમુદાયને દોષી ઠેરવ્યો હતો, જેની પર એઆઈયુડીએફ સહિત વિવિધ પક્ષો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.

(8:31 pm IST)