Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ ઓફીસર એ.કે. શર્માની ઉત્તર પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક

 શ્રી એ.કે.શર્માને આ પૂર્વે ભાજપ તરફથી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં મોકલવામાં આવ્યા હતા  અને આજે તેમને ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમા ઉપપ્રમુખ બનાવીને ભાજપના હાઈકમંડે તેમના ભાવિ રાજકિય કદ અંગે એક સ્પષ્ટ સંદેશો આપી દીધો છે.

કેટલાક દિવસ પહેલા ભાજપમાં સામલે થયેલા પૂર્વ આઇએએસ અધિકારી એકે શર્માને ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એકે શર્મા વડાપ્રધાન મોદીના નજીકના ગણાય છે.  કે એકે શર્મા ગુજરાત કેડરના અધિકારી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા તે ભાજપમાં જોડાયા હતા.

ભાજપ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી છે. જેની હેઠળ પાર્ટીએ એમએલસી એકે શર્માને ઉપાધ્યક્ષ પદ પર નિયુક્ત કર્યા છે, તેમના સિવાય અર્ચના મિશ્રા અને અમિત વાલ્મિકીને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.

(8:07 pm IST)