Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ચોંકાવનારો ખુલાસો

ભારતમાં મળ્યા કોરોના વાયરસના ૧૨૦થી વધારે મ્યુટેશન : જેમાંના ૮ છે સૌથી ખતરનાક

જીનોમ સીકવન્સિંગની મદદથી વૈજ્ઞાનિકો કોરોના વાયરસના ફેરફારને સમજી શકે છે. દરેક રાજયથી ૫ ટકા સેમ્પલની જીનોમ સિકવન્સિંગ જરૂરી છેઃ હાલમાં આ ૩ ટકા પણ થઈ રહ્યું નથી

નવી દિલ્હી,તા. ૧૯: દેશમાં કોરોના વાયરસના ૩૮ કરોડથી પણ વધારે સેમ્પલ ટેસ્ટ થઈ ચૂકયા છે. તેમાંથી ફકત ૨૮ હજારની જીનોમ સિકવન્સિંગ થઈ શકી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસના ૧૨૦ થી પણ વધારે મ્યુટેશન અત્યારસુધી ભારતમાં મળ્યા છે. તેમાંથી ૮ સૌથી વધારે ખતરનાક છે. વૈજ્ઞાનિકો હજુ ૧૪ મ્યુટેશનની તપાસમાં લાગ્યા છે.

WHOએ જે ખતરનાક વેરિઅન્ટના નામ આપ્યા છે તેમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, ઈટા અને લોટા છે. આ દરેક વેરિઅન્ટ દેશમાં મળી ચૂકયા છે. આ વેરિઅન્ટમાં કોઈના પણ કેસ વધારે છે તો કોઈના ઓછા છે. દેશના ૨૮ લેબમાં તેનું સિકવન્સિંગ ચાલી રહ્યું છે. વેરિઅન્ટની પ્રારંભિક રિપોર્ટના રિઝલ્ટ ચોંકાવનારા છે. મળતી માહિતી અનુસાર ભારતમાં ડેલ્ટાની સાથે કાપા વેરિઅન્ટ પણ છે. છેલ્લા ૬૦ દિવસમાં ૭૬ ટકા સેમ્પલમાં તેની પુષ્ટિ થઈ છે. જીનોમ સિકવન્સિંગની મદદથી વૈજ્ઞાનિક કોરોના વાયરસમાં થનારા બદલાવને સમજી શકે છે. દરેક રાજયમાંથી ૫ ટકા સેમ્પલનું જીનોમ સિકવન્સિંગ જરૂરી છે જે હાલમાં  ટકા થઈ રહ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં ૨૮ હજાર ૪૩ સેમ્પલનું જીનોમ સીકવન્સિંગ કરાયું છે જેમાં ડેલ્ટા પ્લસ અને કાપાના ગંભીર મ્યુટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ ડેલ્ટા પ્લસ, બીટા અને ગામા મ્યુટેશનને સૌથી ખતરનાક ગણઆવ્યા છે. જે મ્યુટેશન ઝડપથી ફેલાઈ રહ્યા છે અને લોકોમાં એન્ટી બોડી પર હુમલો  કરે છે. કોરોના વાયરસના મ્યુટેશન પર વૈજ્ઞાનિકોના સ્ટડી કરાઈ રહ્યા છે. છેલ્લા ૬૦ દિવસમાં ૭૬ ટકા સેમ્પલમાં જેલ્ટા વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. તો ૮ ટકા સેમ્પલમાં કાપા વેરિઅન્ટ મળ્યા છે. કોરોના વારેદ્યડી અને ઝડપથી રૂપ બદલી રહ્યું છે. આ સિવાય ૫ ટકા સેમ્પલમાં પણ આલ્ફા વેરિઅન્ટ મળ્યું છે.

(10:25 am IST)