Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ૩ મહિનાનું અંતર યોગ્ય કે નહીં?

એસ્ટ્રાજેનેકાએ ભારતમાં કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ૧૨-૧૬ અઠવાડિયાના અંતરને સમર્થન આપ્યું છે

નવી દિલ્હી, તા.૧૯: તા.કોરોનાની રસી બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાએ ભારતમાં કોવિશીલ્ડના બન્ને ડોઝની વચ્ચે ૧૨-૧૬ અઠવાડિયાના અંતરને સમર્થન આપ્યું છે. એસ્ટ્રાજેનેકાની રસીને કલીનિકલ પરિક્ષણના મુખ્ય તપાસકર્તાએ શુક્રવારે કહ્યુ કે એક ડોઝ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ સુરક્ષાનું સ્તર રસી લગાવ્યા બાદ બીજા અને ત્રીજા મહિનામાં ઘણું વધી જાય છે.

એક ઈન્ટરવ્યૂમાં પ્રોફેસર એન્ડ્રયૂ પોલાર્ડે કહ્યુ કે બીજા દેશોમાં અલગ અલગ પરિસ્થિતિઓના કારણે બ્રિટન અને ભારતની રસીકરણની નીતિની સરખામણી ન કરવી જોઈએ.  ઓકસફોર્ડ રસી ગ્રુપના નિર્દેશક પોલાર્ડે કહ્યું, એક રસીકરણ નીતિનું લક્ષ્ય જલ્દીથી જલ્દી વધારે સંખ્યામાં લોકોને રસીના ઓછામાં ઓછો ૧ ડોઝ આપવાનો હોય છે. જે ભારતમાં વર્તમાન પરિસ્થિતિઓમાં સમજમાં આવે છે.

બ્રિટનમાં ઓકસફોર્ડ વિશ્વવિદ્યાલયમાં બાળ ચિકિત્સા સંક્રમણ અને પ્રતિરક્ષાના પ્રોફેસર પોલાર્ડે કહ્યુ કે એસ્ટ્રાજેનેકા એક ડોઝ વાળી રસી પર કામ નથી કરી રહી. તેમણે કહ્યું કે તેમનું ગ્રુપ બૂસ્ટર અથવા ત્રીજા ડોઝની યોજના પર કામ નથી કરી રહી. તેમણે કહ્યુ કે રસીની અછતની સ્થિતિમાં ઓછી સંખ્યામાં લોકો માટે સારા સ્તરની સુરક્ષા પ્રદાન કરવાની જગ્યાએ વધારે લોકોની સુરક્ષાના ઉપયા સુનિશ્ચિત કરવી સમજમાં આવે છે.

બ્રિટનમાં કોવિશીલ્ડ ડોઝની વચ્ચેનો સમય ઓછો કરવા અને ભારતમાં વધારવાનો ઉલ્લેખ કરતા પોલાર્ડે કહ્યું કે બ્રિટને એવા સમયે અંતર ઘટાડ્યું જયારે તેની વસ્તીના એક મોટા ભાગમાં રસીકરણ થઈ ચૂકયુ છે.

(10:18 am IST)