Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

દેશમાં કોરોનાના નવા 60.388 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 97.091 દર્દીઓ રિકવર થયા : વધુ 1642 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.85.164 થયો :એક્ટિવ કેસ ઘટીને 7.55.320 થયા : કુલ કેસની સંખ્યા 2.98.22.411 થઇ

સૌથી વધુ કેરળમાં 11.361 કેસ, મહારાષ્ટ્રમા 9798 કેસ,તામિલનાડુમાં 8633 કેસ,આંધ્રપ્રદેશમાં 6341 કેસ,કર્ણાટકમાં 5783 કેસ,ઓરિસ્સામાં 3806 કેસ આસામમાં 3706 કેસ,પશ્ચિમ બંગાળમાં 2788 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 60.388 કેસ નોંધાયા છે. જ્યારે 97,091 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 60.388 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1642 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,85.164 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 60.388 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,98.22.411 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 7.55.320 થઇ છે છેલ્લા 24 કલાકમાં 97.091 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,86.70.189 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 11.361 કેસ, મહારાષ્ટ્રમા 9798 કેસ,તામિલનાડુમાં 8633 કેસ,આંધ્રપ્રદેશમાં 6341 કેસ,કર્ણાટકમાં 5783 કેસ,ઓરિસ્સામાં 3806 કેસ આસામમાં 3706 કેસ,પશ્ચિમ બંગાળમાં 2788 કેસ નોંધાયા  છે

(12:59 am IST)