Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વોટ્સએપમાં આવશે નવા 5 ફીચર્સ : બદલાઈ જશે ચેટીંગ કરવાનો અંદાજ

ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને IOS માટે 5 આકર્ષક સુવિધાઓ મળશે

નવી દિલ્હી : વોટ્સએપ ઘણી નવી સુવિધાઓ પર કામ કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને ios માટે 5 આકર્ષક સુવિધાઓ રજૂ કરી શકે છે. કંપની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે તે ડીસઅપીયરીંગ મેસેજ ફીચર્સ સાથે ‘વ્યુ વન્સ’ ફીચર્સ રજૂ કરી શકે છે. વળી WhatsApp Web વર્ઝનમાં કોલિંગનું ફીચર્સ પણ આવી રહ્યું છે. આવો જાણીએ વોટ્સએપના આ નવા 5 ફીચર્સ વિશે જેનાથી બદલાઈ જશે ચેટીંગનો અંદાજ.

1. Disappearing mode – મેસેજ અદૃશ્ય થવા
WhatsApp માં પહેલાથી જ Disappearing mode – મેસેજ અદૃશ્ય થવા ફીચર્સ આપવામાં આવી રહ્યું છે. કંપની હવે આમાં સુધારો કરી રાહ છે અને આ ફીચર્સને વધુ સારું બનાવી રહી છે. ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે જણાવ્યું હતું કે વોટ્સએપ એક Disappearing mode ઓફર કરે છે, જે બધા ચેટ થ્રેડમાં ઇનેબલ્ડ કરે છે.હાલમાં આને મેન્યુઅલ સેટ કરવું પડે છે. આ ફીચરના ઇનેબલ હોવાથી એક મર્યાદિત સમયમાં મેસેજ ડિલીટ થઇ જશે.

2. View Once feature
માર્ક જુકરબર્ગે કન્ફર્મ કર્યું છે કે વોટ્સએપ પોતાના નવા ફીચર્સ  હવે 'એક વાર જુઓ' View Once feature લોંચ કરી રહ્યું છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામનો ફોટો અને વિડિઓ ફીચરની જેમ છે. એકવાર ફીચરે જોયું ત્યારે યુઝર ફોટો અથવા વિડિઓનો એકવાર જોવામાં આવે, તો પછી ફોટો અને વિડિઓ ડિલીટ થઈ જાય. View Once
ફીચરમાં જ્યારે યુઝરનો ફોટો અથવા વિડિઓ એકવાર જોવામાં આવશે ત્યારબાદ ફોટો અને વિડિઓ ડિલીટ થઈ જશે.

(9:21 am IST)