Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

શુભેન્દુ અધિકારી કેસમાં બેન્ચ બદલવા મમતા બેનર્જીના વકીલે કાર્યકારી હાઇકોર્ટના ચીફ જસ્ટિઝને લખ્યો પત્ર

બેનર્જીની અરજીની સુનાવણી કરવાના તેઓ બીજેપીના સક્રિય સભ્ય હોવાનો વકીલનો દાવો

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વકીલે શુક્રવારે કોલકત્તા હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રાજેશ બિંદલને પત્ર લખીને તેમની અરજી પર સુનાવણી કરનાર બેન્ચને બદલાનું નિવેદન કર્યું છે.

મમતા બેનર્જીએ કોલકત્તા હાઈકોર્ટમાં પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા સીટ પર શુભેન્દુ અધિકારીની જીતને પડકાર આપ્યો છે. મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે આ સીટ પર મતગણતરીમાં ધાંધલી થઈ છે.

વકીલે દાવો કર્યો છે કે બેનર્જીને ખબર પડી છે કે જસ્ટિસ કૌશિક ચંદ્રા, જેઓ બેનર્જીની અરજીની સુનાવણી કરવાના છે, તેઓ બીજેપીના સક્રિય સભ્ય હતા.

વકીલે કહ્યું કે ચૂંટણી સાથે જોડાયેલી આ અરજીની સુનાવણીના રાજકીય પરિણામ હશે, એવામાં નિવેદન કરવામાં આવ્યું છે કે આ કેસને અન્ય કોઈ પીઠને સોંપવામાં આવે.

વકીલે પોતાના પત્રમાં તે પણ કહ્યું છે કે મમતા બેનર્જીના જજ કૌશિક ચંદની કોલકત્તા હાઈકોર્ટમાં સ્થાયી નિયુક્તિ પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી.

તે ઉપરાંત તેમને આશંકા વ્યક્ત કરી હતી કે તે વાતની પણ સંભાવના છે કે સંબંધિત જજ તરફથી પૂર્વાગ્રહ રાખવામાં આવશે.

મમતા બેનર્જીની અરજી પર શુક્રવારે સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટિસ ચંદ્રાએ સુનાવણી 24 જૂને ટાળી દીધી.

આ વચ્ચે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર શુક્રવારે કેટલાક વકીલોએ કોલકત્તા હાઈકોર્ટ બહાર જસ્ટિસ ચંદ્રાને આ અરજી સોંપવાના વિરોધમાં પ્રદર્શન કર્યું.

(11:44 pm IST)