Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રસી લીધી હોય તેવા લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 80 ટકા ઓછી

રસીકરણવાળા વ્યક્તિઓમાં આઇસીયુમાં દાખલ થવાનું જોખમ ફક્ત 6 ટકા છે

નવી દિલ્હી : નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડો. વી કે પૌલે જણાવ્યું હતું કે અભ્યાસ દર્શાવે છે કે જે લોકોએ કોરોના રસી મુકાવી છે તેઓમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 75-80 ટકા ઓછી છે. આવી વ્યક્તિઓ માટે ઓક્સિજન સપોર્ટનું જોખમ લગભગ 8% છે અને રસીકરણવાળા વ્યક્તિઓમાં આઇસીયુમાં દાખલ થવાનું જોખમ ફક્ત 6% છે.

ડો. વી.કે. પૌલે કહ્યું કે, ‘ગ્રામીણ વિસ્તારોમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સેરો પોઝિટિવિટી દર 56 ટકા છે અને 18 વર્ષથી ઉપરના લોકોમાં 63 ટકા છે. માહિતી સૂચવે છે કે બાળકોમાં ચેપ લાગ્યો હતો પરંતુ તે ખૂબ હળવો હતો

તેમણે કહ્યું કે WHO અને AIMS સર્વે દર્શાવે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પોઝીટીવીટી લગભગ સમાન છે. 18 વર્ષથી વધુ વય ધરાવતા લોકોમાં, 18 વર્ષથી ઓછી વયના લોકોમાં, સેરો પોઝિટિવિટી રેટ 67 ટકા અને 59 ટકા છે. શહેરી વિસ્તારોમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં તે 78 ટકા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 79 ટકા છે

(11:39 pm IST)