Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમેરિકાના એટલાન્ટામાં આવતા મહિને AAPI નું વાર્ષિક અધિવેશન : 2 જુલાઈથી 4 જુલાઈ દરમિયાન મળનારા ત્રિદિવસીય અધિવેશનમાં હેલ્થ ,બિઝનેસ ,પોલિટિક્સ ,તેમજ બૉલીવુડ સહિત જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓ હાજરી આપશે

જ્યોર્જિયા : અમેરિકાના એટલાન્ટા  જ્યોર્જિયામાં આવતા મહિને AAPI નું 39 મુ વાર્ષિક અધિવેશન મળશે.  2 જુલાઈથી 4 જુલાઈ દરમિયાન મળનારા ત્રિદિવસીય અધિવેશનમાં  હેલ્થ ,બિઝનેસ ,પોલિટિક્સ ,તેમજ બૉલીવુડ સહિત જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓ હાજરી આપશે .  
 .
સીએનએન સેન્ટર તથા જ્યોર્જિયા વર્લ્ડ કોંગ્રેસ સેન્ટર ,ઓમની એટલાન્ટા ખાતે મળનારા આ અધિવેશનમાં કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ મર્યાદિત લોકોને આમંત્રિત કરાશે તથા સરકારશ્રીના  કોવિદ ને લગતા નિયમોનું પાલન કરાશે .

અધિવેશનમાં ઉદબોધન  કરનારા મહાનુભાવોમાં જ્યોર્જિયા ગવર્નર ,સેનેટર્સ ,ડેમોક્રેટિક પાર્ટી લીડર ,એટલાન્ટા મેયર ,તેમજ સુવિખ્યાત હિન્દૂ ધાર્મિક અગ્રણી શ્રી દાણાંપની નો સમાવેશ થાય છે.

(7:16 pm IST)