Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ચીનને કડક સંદેશો આપવો જરૂરી

સિમીત એકશનના પક્ષમાં છે સૈન્યનો મોટો ભાગ

નવી દિલ્હી તા. ૧૯: પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન દ્વારા સતત થઇ રહેલી અનૈતિક કાર્યવાહીના જવાબમાં ભારતે પણ એક સિમીત સૈનિક કાર્યવાહીનો વિકલ્પ શોધવો જોઇએ. જો કે તે એક ઉચ્ચ રાજકીય નિર્ણય હોવો જોઇએ. સુરક્ષા દળો સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓનું આવું કહેવું છે.

સુત્રોએ કહ્યું કે પાકિસ્તાન સાથે ૧૯૯૯ના કારગીલની જેમ ભારતે આના માટે પણ રાજકીય, કૂટ નિતીક અને આર્થિક રીતે ઉપાયો શોધવા જોઇએ. સુત્રોએ કહ્યું કે નિશ્ચિત રીતે ચીન પાકિસ્તાન જેવું નથી પણ તેમ છતાં ભારતીય સશસ્ત્ર દળ ચીનને સબક શીખવાડવા સક્ષમ છે. તેમણે કહ્યું કે કોઇપણ પુર્ણ યુધ્ધ અથવા સંઘર્ષની વાત નથી કરતું પણ ચીનને એ બતાવવાની જરૂર છે કે ભારત સૈન્ય ક્ષમતા અથવા કોઇપણ અન્ય બાબતે પાછળ નથી.

(12:44 pm IST)