Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

લોકસભા સ્પીકર બિડલા ખૂબ જ હળવાશથી બોલે છે તેની નમ્રતાનો દૂરઉપયોગ થવાનો ડર : પી. એમ. મોદી

નવી દિલ્લીઃ લોકસભાના નવ નિયુકત સ્પીકર ઓમ બિડલા ખૂબજ હળવાશથી બોલે છે, એમની આ નમ્રતાનો દૂરઉપયોગ થવાનો ડર છે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે.

રાજસ્થાનના કોટા-બુંદીથી ચૂંટાયેલા સાંસદ ઓમ બીડલા ૧૭મી લોકસભાના સ્પીકર બન્યા છે. બિડલા હસે છે તો પણ ધીમેથી હસે છે અને તે બોલે છે તો પણ ધીમેથી પણ એમના કામને સરળ બનાવવાની કોશિષ કરવામાં આવશે. બિડલાએ કોટાને શિક્ષણનું કાશી બનાવ્યુ છે.

(11:38 pm IST)