Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

એક રાષ્ટ્ર એક ચૂંટણી માત્ર નારો છે , વ્યવહારુ નથી :પાછલા દરવાજેથી રાષ્ટ્રપતિ શાસન લાદવા પ્રયાસ :સીતારામ યેચુરી

યેચુરીએ સરકારના વિચારને અસંવૈધાનિક તથા સંઘીય વ્યવસ્થા વિરુદ્ધ ગણાવ્યો

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીના એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે સીપીએમ (CPM) નેતા સીતારામ યેચૂરીએ 'એક દેશ એક ચૂંટણી' ને અવ્યવહારિક બતાવતા કહ્યું કે, આ એક નારો માત્ર છે. તે વ્યવહારુ નથી.

  યેચૂરીએ કેન્દ્ર સરકારના વિચારને અસંવૈધાનિક તથા સંઘીય વ્યવસ્થા વિરુદ્ધ બતાવવા માકપાએ બુધવારે આરોપ લગાવ્યો કે, આ દેશમાં સંસદીય પ્રણાલીની જગ્યાએ પાછલા બારણે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

 એક રાષ્ટ્ર, એક ચૂંટણી' ના વિચાર પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધા બાદ માકપાના નેતા સીતારામ યેચૂરીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'એક સાથે ચૂંટણીનો વિચાર દેશમાં સંસદીય પ્રણાલીની જગ્યાએ પાછલા દરવાજે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયત્ન છે.' આ વિચાર અસંવૈધાનિક અને સંઘીય વ્યવસ્થા વિરુદ્ધ છે.

 યેચૂરીએ કહ્યું કે, આ પહેલા પણ એક સાથે ચૂંટણી યોજાઇ હતી પરંતુ અનુચ્છેદ 356 નો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી અનુચ્છેદ 356 રહેશે ત્યાં સુધી એક સાથે ચૂંટણી થઇ શકે નહીં.

 યેચૂરી અનુસાર બેઠકમાં રાકંપાના શરદ પવાર અને ભાકપા સહિત ઘણી પાર્ટીના નેતાઓએ કહ્યું કે હાલની વ્યવસ્થામાં એક સાથે ચૂંટણી સંભવ નથી. સંવિધાનના અનુચ્છેદ 356 હેઠળ કેન્દ્ર કેટલીક કટોકટીની સ્થિતિમાં રાજ્યની ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે.

 

(9:41 pm IST)