Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાજ્ય સરકારની સરાહનીય પહેલ : ગુજરાતમાં ઈ-સીગરેટ ઉપર પ્રતિબંધ મૂકાશે : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

નશાબંધીના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં :

ગાંધીનગર : આજરોજ મીડિયા સાથે વાતચીતમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે  કેમીકલ યુકત રંગબેરંગી ફલેવરવાળી ઈ-સિગરેટ આરોગ્યને નુકશાનકારક હોવાથી રાજયભરમાં આવી ઈ-સીગરેટ ઉપર ટુક સમયમાંજ પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.

નાર્કોટીક્સ અને માદર્ક પદાર્થની બદી ડામવા રકડક કાર્યવાહી કરાશે ,ડ્રગ્સ,સુંધીને પકડી શકે તેવા ખાસ સ્નનફર ડોગ પોલીસ દળમાં સામેલ કરાશે હાલમાં ભારતના ૧ર રાજયો સહીત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ છે સારી કામગીરી અને બાતમી આપનારને સન્માનિત કરાશે હાલ ટોલ ફ્રી નં- ૧૪૪૦૫ કાર્યરત હોવા સાથે સ્ટેટ મોનીટરીંગ સેલના કંટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર - વોટ્સએપ અનેSMS દ્વારા પણ માહિતી આપી શકાશે
   ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં યુવાધન નશાના માર્ગે ન વળે ,નાશની ચુંગાલમાં ના ફસાય તે માટે રાહત સરકાર મક્કમ નીર્ધાર સાથે કાયદાકીય સુધારા કરીને કાયદાને વધુ સુદ્ઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશેનહીં. નાકોટીક્સ અનેમાદક પદાર્થાની બદી ડામવા કડક કાયાવાહી કરાશે. જે વિસ્તારમાં નાકોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે તેમજ ડ્રગ્સસુંધીને કડી શકે તેવા ખાસ સ્સ્નફર ડોર્ગ પોલીસ દળમાં ટંક સમયમાં સામેલ કરાશે

આ ઉપરાતં રાજયના ઓન લાઇન મંગાવામાં આવતી આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવામાં આવતી ઈ-સિગારેટ પર ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે

   હાલમાં ભારતના 16 રાજ્યો સહીત વિશ્વના 36 દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકાવમ આવ્યો છે તેમમંત્રીએ ઉમેર્યું હતું ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું રાજ્ય સરકારે હુક્કાબારમાં પણ સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે

 શ્રી જાડેજાએ જણાવ્યું હરું કે રાજ્યમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ, સંગ્રહ ,ઉપયોગ કે વહન સંપૂર્ણપણે નાબૂદ થાય તે મારે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા સતત ,ઓમીટરિંગ કરીને તમામ એજન્સીઓને કડક સૂચના આપવામાં આવી છે આવા માદક પદાર્થોની સમાજ અને્ યુવાનોના સ્વાથ્ય પરની ખરાબ અસરોને ધ્યાનેલેતાં, આવા પદાર્થોનું વેચાણ અનેઉપયોર્ગ સદંતર બંધ થાય તે માટે ડીજીપી દ્વારા તમામ એજન્સીઓને નાકોટીક્સ પદાર્થો પકડી પાડવા અંર્ગેની એક ખાસ ડ્રાઇવ ચલાવવા પણ સૂચનો આપી છે ખાસ કરીને જે વિસ્તારોમાં આવા પદાર્થોનું વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ થઇ શકે તેવી સંભાવના હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખીને સઘન ચેકીંગ કરવું અને આ વિસ્તારોમાં અવારનવાર કોમ્બિંગ રાખવા પણ સૂચના આપી દેવાઈ છે

  તેમને ઉમેર્યું હતું કે રનયના યુવાધનને આવા આવા પદાર્થોની બદી સ્પર્શે નહીં તે માટે રાજ્યમાં આવેલ મોટાશૈક્ષણિક સંકુલો,સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ કરાવમાં આવશે પૂરતા  પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ ઉત્પાદન કે વહન સાર્થે સકળાયેલા વયસ્ક્તઓને ઓળખી કાઢીનેતેમની વિરુદ્ધમાં કડકમાં કાયાવાહી ર્થાય અને જો આવા પદાર્થો રાજ્ય બહારર્થી ધસુડવામાં આવતાં હોય તો તેના મૂળ સ્ત્રોત્ર તર્થા વહન/હરેફેરીના માધ્યમો શોધીને આવી આવા સમગ્ર રૂટ ઉપર ચાંપતી નજર રાખીનેસ ંડોવાયેલ તમામ વયસ્ક્તઓનેપકડી પાડવામાં આવશે.

ગહૃ રાજય મત્રંશ્રીએ વધુ વિગતો અપાતા જણાવ્યું કે કેફી પદાાર્થ અને મનોપ્રભાવી દ્રવય અતધતનયમ- NDPS હઠે ળ રાજયમાં વષા-૨૦૧૭ માં કુલ-૬૭ કેસોમાં ૮૭ આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ ૨૦૧૮ માં કુલ-૧૫૦ કેસોમાં ૨૦૭ આરોપીઓ તેમજ વષા-૨૦૧૯માં ૩૧ મે ની સ્થિતિએ  ૬૧ કેસોમાં ૯૧ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે.
શ્રી જાડેજાએ કહ્યું કે , જો આવા માદક પદાર્થો પકડવામાં નબળી કામર્ગીરી જણાઇ આવશે તો સબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે જેવી રીતે બહારની એજેન્સી દ્વારા કોઇ સ્ર્થાનિક પો.સ્ટે વિસ્તારમાં મોટે પાયે દારૂ પકડી પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે તેવી રીતે જો કોઈ વિસ્તારમાં બહારની એજન્સી દ્વારા વધુ માત્રામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવશે તો પણ સ્ર્થાતનક પોલીસ અતધકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. તેની સામે જો કોઇ એકમ/ અધિકારી દ્વારા આ દિશામાં સારી કામગીરી કરવામાં આવશે તો તેને પ્રોત્સાહીત કરવા ઇનામ આપવાની પણ અપાશે.
  મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં સંપૂર્ણ પણે નશાબંધીને વરેલું રાજ્ય છે રાજ્ય સરકારે નશાબંધી ધરાનો ચુસ્ત અમલ માટે કડક નિયમો અમલી બનાવ્યા છે જેમાં દારૂના ઉત્પાદન, ખરીદ- વેચાણ હરે ફેર કરનારા ગુનેગારોની સજામાં વધારો - ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂા. ૫ લાખ સુધીના દંડની જોગવાઈ,દારૂના અડ્ડાના સંચાલકોને કે તેના મદદગારને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીના દંડની જોગવાઈ ,દારૂ પીને જાહેરમાં દંગલ કરનાર,મહિલાની છેડતી કરનાર સામે કડક કાયદો,હવે 3 વર્ષ સુધીની જોગવાઈ ,ગુનેગારોને નાસી જવમાં મદદગારી કરનાર ઈસમને પણ 7 વર્ષ સુધીની કેદ અને ૧ લાખ સુધીના દંડ તેમજ કોઇ અધિકરીની ફરજમાં અડચણ કે હુમલો કરવા બદલ ૫ વર્ષ સુધીની કેદ અને 5 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે
  આ ઉપરાતં રાજયના નાગરિકો ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી ન.૧૪૪૦૫ પણ શરૂ કરાયો છે. સ્ટેટ મોનીટરીંર્ગ સેલના કન્ટ્રોલ રૂમના નબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર - વોટ્સએપ અને SMS દ્વારા પણ માહીતી આપી શકે છે આ અંહીતી ગુપ્ત રહેશે સ્ટેટ મોનીટરીંર્ગ સેલનું ફેસબુક આઇ.ડી. smc gujarat અને ઇ-મેઇલ smcgujarat1@gmail.com કાર્યરત કરવામાં આવ્યું છે
     મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય  સરકારે હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કરીને હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, અને જપ્તીની સત્તા પોલીસ અતધકારીઓને આપી છે. આ કાયદાના ભંગ બદલ ઓછામાં ઓછી ૧ વર્ષ અને વધુમાં વધુ 3 વર્ષની સજા તેમજ રૂા. ૨૦ હજારર્થી રૂા. ૫૦ હજાર સુધીના દંડની જોગવાઈ કરી છે.

વધુમાં  મંત્રીએ ઉમેર્યું હતું કે પોલીસની સતર્કતાના પરિણામે ગુજરાતની સીમાઓ પર કોઈ દેશ વિરોધી  તત્વો પ્રવેશી શકે તેમ નર્થી. પોલીસની સઘન ઝુંબેશના પરિણામે તાજેતરમાં રાજ્યની  ATS દ્વારા દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતેરૂા. ૧૪ કરોડર્થી વધનુ ૩૦૦ કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કરીને ગુનેગારો સામે કાયાવાહી હાર્થ ધરવામાં આવી છે. તત્રં પાસેના ઇનપટુના આધારે ગુજરાત  ATS ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટગાર્ડની સાથે રહીને પોરબદરના દરીયામાંર્થી ૯ ઇરાનીઓ પાસેર્થી ATS દ્વારા રૂા. ૫૦૦ કરોડનો અંદાજે ૧૦૦ કીલો હેરોઇનનો જથ્ર્થો જપ્ત કર્યો હતો આ અંગે એટીએસ ખાતે ગુન્હો દાખલ કરીને આરોપી મહોમદ અબ્દુલ સલામ કન્નીની પૂછપરછ દરમિયાન તેમના કબ્જામાં દિલ્હીના પહાડગંજ વિસ્તારમાંથી 20 કરોડની કિંમતનું 4 કિલો માદક પ્રદાર્થ એમફેટામાઈન પકડી પાડવામાં આવ્યું હતું 

  આ ઉપરાંત કચ્છના જખૌવની પાસે તા.૨૧ મે, ૨૦૧૯ ના રોજ કોસ્ટ ર્ગાડે ભારતમાં લાવવામાં આવી રહેલ કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી પકડી લીધું હતું કોસ્ટ ગાર્ડે ભારત-પાકિસ્તાનઃ સ્ટર્ગાડેભારત-પાકસ્તાન મરીન બોડાર પાસે અલ-મદીના નામની બોટમાથી હેરોઇનનના ડ્રગ્સના ૧૯૪ પેકેટ્સ જપ્ત કયાા હતા. ઇન્ટરનેશનલ માકેટમાં આ ડ્રગ્સની કિંમત ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયા આસપાસ હોવાનું માનવામાં આવેછે.

(8:23 pm IST)