Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

'વાયુ' ઇફેકટ : ૧ર વર્ષમાં પહેલીવાર ચોમાસુ મોડુ

સામાન્ય રીતે અત્યાર સુધીમાં દેશના પોણાભાગમાં ચોમાસું પહોંચી જાય છે

નવી દિલ્હી, તા. ૧૯ : હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ૧૨ વર્ષમાં પહેલીવાર ચોમાસુ દેશમાં આટલી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તેનું એક મુખ્ય કારણ વાયુ ચક્રવાત પણ છે. વાયુને કારણે ચોમાસાના વાદળોની દિશા પર અસર પડી રહી છે. સામાન્ય રીતે આ સમય સુધીમાં દેશના પોણા ભાગના વિસ્તારમાં ચોમાસુ પહોંચી જાય છે. અત્યારે ચોમાસુ ફકત ૧૦થી ૧૫ ટકા હિસ્સાને જ સ્પર્શી શકયું છે.

આ મોડું થવાને કારણે આખા દેશમાં સીઝનમાં થતા વરસાદમાં ૪૪ ટકાનો દ્યટાડો થયો છે. અત્યારે ચોમાસુ કેરળ, કર્ણાટકના દક્ષિણ ભાગ, તામિલનાડુના ૬૬ ટકા હિસ્સા અને પૂર્વોત્ત્।ર ભારતમાં સક્રિય છે.

હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મોનસૂન સિસ્ટમને ફરી મજબૂત થતા એક અઠવાડિયાભારતના હવામાન ખાતાના ડી. શિવનંદ પઈએ જણાવ્યું, અમને આશા છે કે આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ કોંકણ તટ સુધી પહોંચી જશે અને ૨૫ જૂન સુધી મહારાષ્ટ્રનો મોટા ભાગનો હિસ્સો કવર કરી લેશે. જૂનના અંત સુધીમાં મધ્ય ભારતનો મોટાભાગનો હિસ્સો ચોમાસુ અનુભવી શકશે. અત્યારે આ શિડ્યુલ ૧૫ દિવસ મોડુ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, તમિલ નાડુ, મધ્ય અને દક્ષિણ ભારતના અમુક હિસ્સા પાણીની અછત સામે લડી રહ્યા છે. આવામાં ચોમાસુ મોડુ પડતા તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.નો સમય લાગી શકે છે.

મોનસૂન મધ્ય જૂન સુધીમાં ઉત્ત્।ર પ્રદેશ સુધી પહોંચી જાય છે અને ૨૯ જૂન સુધી તે દિલ્હીમાં ધમાકેદાર ઈનિંગ્સ શરૂ કરે છે. જો કે આ વખતે દિલ્હીમાં ચોમાસુ છેક જુલાઈ મહિનામાં આવે એવુ લાગે છે. ભારતમાં ચોમાસાની ગતિને બંગાળની ખાડીમાં સર્જાતી લો પ્રેશર સિસ્ટમ વેગ આપે છે. તે જમીન પર પહોંચે એટલે વરસાદ પડે છે. હાલમાં સિસ્ટમ ખાડીમાં દેખાઈ નથી રહી.

પઈના જણાવ્યા મુજબ, અમને બંગાળની ખાડી પર એક સરકયુલેશન દેખાય છે પરંતુ તે લો પ્રેશર સિસ્ટમ નથી. આવતા અઠવાડિયા સુધીમાં સિસ્ટમ બનશે તો ચોમાસુ વેગ પકડશે. ઉત્ત્।ર ભારતમાં પણ ચોમાસુ પહોંચવાની મોટી અસર પડશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ કર્ણાટક, કોંકણ, દક્ષિણ હિસ્સો, ગોવા, આંધઅર પ્રદેશ, તામિલનાડુના બાકી બચેલા હિસ્સા, પૂર્વોત્ત્।ર ભારત, ઉપ હિમાલયી પશ્યિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશાના અમુક હિસ્સા સુધી પહોંચી જશે.(

(4:07 pm IST)