Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર તમામ પ્રધાન સમયસર પહોંચે છે

સવારે ૯ વાગે મંત્રીઓ ઓફિસ પહોંચવા લાગ્યા : ઘરેથી કામ કરવાના બદલે ઓફિસમાં સમયથી હાજરી

નવીદિલ્હી, તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ તમામ મંત્રીઓ પોતાના કાર્યક્રમ મુજબ ઓફિસ પહોંચી રહ્યા છે. તમામ મંત્રીઓ હવે નિયમિતરીતે સવારે ૯ વાગે ઓફિસમાં હાજરી આપતા થઇ ગયા છે. મોદીના નિર્દેશ બાદ કેટલાક મંત્રીઓએ પોતાના કાર્યક્રમોમાં પણ ફેરફાર કર્યા છે. લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પોતાના નિયમિત કાર્યક્રમોને ફરી બનાવી ચુક્યા છે. ઓફિસમાં નવ વાગે પહોંચી શકાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાન પણ નિયમિત સમયે ઓફિસ પહોંચી રહ્યા છે. પોતાના મહત્વના સચિવોની સાથે ઉપયોગી બેઠક પણ યોજી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, મોટાભાગના મંત્રી સમયસર ઓફિસ પહોંચવાની બાબતને પ્રાથમિકતા આપી રહ્યા છે. હવે ઘરથી ઓફિસનું કામ કરી દેવાની બાબતથી બચી રહ્યા છે. મોદીએ તમામ મંત્રીઓને થોડાક દિવસ પહેલા સમયસર ઓફિસ પહોંચવા અને ઓફિસનું કામ ઘરેથી ન કરવાની સલાહ આપી હતી. કેટલાક મંત્રી એવા પણ છે જે માત્ર જુના રુટિન મુજબ આગળ વધી રહ્યા છે. કારણ કે, આ પ્રધાનો પહેલા પણ સમયસર ઓફિસ પહોંચતા હતા. કેન્દ્રીય આરોગ્ય અને વિજ્ઞાન મંત્રી હર્ષવર્ધન તથા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પોતાના મંત્રાલયમાં પહેલાથી જ સવારે નવ વાગે પહોંચવાની પરંપરાને પાળી રહ્યા છે. નવા કેબિનેટ મંત્રીઓમાં જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને અન્ય જુનિયર મંત્રી પણ પહેલા જ દિવસથી સવારે નવ વાગે કામ શરૂ કરી રહ્યા છે. કેટલાક નવા મંત્રીઓ પોતાનીરીતે કાર્યક્રમો બનાવી રહ્યાછે. કેન્દ્રીયમંત્રી અર્જુન મુંડા પણ સમયસર ઓફિસ પહોંચી રહ્યા છે. અર્જુન મુંડા યોજનાઓની સમીક્ષા કરી રહ્યા છે. સરકારના ૧૦૦ દિવસના એજન્ડા ઉપર હાલમાં તીવ્રરીતે કામ ચાલી રહ્યું છે.

(7:49 pm IST)