Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ટેકસ સ્લેબમાં બદલાવથી લઇ ૮૦-સીની લિમિટ વધારાશે

સરકાર પૂર્ણ બજેટમાં ઇન્કમટેકસને લઇને પાંચ મોટી જાહેરાતો કરશેઃ કરદાતાઓને રાહત મળશે

નવી દિલ્હી તા. ૧૯ : આગામી બજેટમાં ટેકસ સ્લેબમાં ફેરફારથી લઇ ૮૦-સીની લિમિટ વધારવા સુધીની પાંચ મોટી જાહેરાતો થઇ શકે છે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમન મોદી સરકારનું પૂર્ણ કક્ષાનું બજેટ પ, જુલાઇએ રજુ કરશે.

ડિજીટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા હવે એક વર્ષમાં રૂ.૧૦ લાખથી વધુ રકમની કેસના ઉપાડ પર ટેકસ લાદવામાં આવશે. આ ઉપરાંત સરકાર ઇ-પેમેન્ટ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા ઇન્કમટેકસ અને જીએસટી ટેકસ પેયર્સ માટે સબસીડી પણ આપી શકે છે. વચગાળાના બજેટમાં રૂ. પ લાખ સુધીની ઇન્કમ પર સંપૂર્ણ રાહત આપી હતી. હવે સરકાર રૂ.પ લાખથી ૭.પ લાખ સુધીના ટેકસ બ્રેકેટ પર પાંચ ટકા, રૂ.૭.પ લાખથી ૧ર લાખ સુધીનો ટેકસ બ્રેકેટ પર ર૦ ટકા અને રૂ. ૧ર લાખથી વધુ ટેકસેબલ રકમ પર ૩૦ ટકા ટેકસ લાદી શકે છે. એજ રીતે ૮૦-સીની લિમિટને રૂ.૧.પ લાખથી વધારી રૂ.૩ લાખ કરી શકે છે.આ ઉપરાંત ફર્સ્ટ ટાઇમ હોમ બાયર્સને પણ સરકાર ટેકસમાં રાહત આપી શકે છે.

(3:23 pm IST)