Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઓમ બીરલાઃ અધ્યક્ષના સીરે શું કામગીરી ?

નવી દિલ્હી તા. ૧૯ : નવી લોકસભા આજે પોતાના નવા સ્પીકરને ચુંટશે. લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી બન્ને લોકસભાના સભ્યમાંથી જ કોઇ સભ્ય ચુંટણી વખતે હાજર સભ્યોના મતદાનથી સાદી બહુમતીથી  ચૂંટાય છે. રાજસ્થાનની કોટા બેઠક પરથી બે વખતથી ચૂંટાતા ભાજપાના ઓમ બિરલાએ ગઇકાલે આના માટે નોમીનેશન ફોર્મ ભર્યું હતું. એવુ માનવામાં આવે છે કે તે બિનહરીફ ચુંટાઇ જશે.

સ્પીકરનું કામ લોકસભાનું કામકાજ વ્યવસ્થિત ચલાવવાનું, ડીકોરમ જાળવવાનું અને ઘણીવાર કાયદાકીય રોલ નિભાવવાનું હોય છે અને તે પણ પક્ષ રાખ્યા વગર સદન ચલાવવા માટેની પ્રોસીજરના નિયમો તો છે જે પણ સ્પીકર આ કાયદાઓના અર્થઘટન અને અમલ માટે ફાઇનલ ઓથોરીટી ગણાય છે. એટલે જ આ પદ માટે મોટા ભાગે અનુભવી સંસદસભ્યને રાખવામાં આવતા હોય છે જો કે આગલી ૧૬ લોકસભામાંથી પમાં એવા સ્પીકર પણ હતા જે પહેલી વાર જ સંસદ સભ્ય બન્યા હતા જયારે પાંચ એવા પણ સ્પીકર હતા જે ચારથી વધુ વાર સંસદસભ્ય રહી ચુકયા હતા.

સંસદના દરેક પોતાના મત વિસ્તાર રીપરેઝન્ટ કરતા હોય છે જયારે સ્પીકર સમગ્ર સંસદને રીપ્રેઝન્ટ કરતા હોય છે. અને એટલે જ આ પદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતી અને વડાપ્રધાન પદ પછીનુ ગણાય  છે. સ્પીકર સામાન્ય સંજોગોમાં મતદાન સમયે પોતાનો મત નથી આપતા હોતા પણ મતદાનમાં જો ટાઇ થાય તો તે પોતાનો મત આપી શકે છે. બધા સાંસદોની જેમ તેમનો પગાર સંસદ ખાતે નથી ઉઘરાવવામાં આવતો પણ તે કોન્સોલીડેટેડ ફંડ ઓફ ઇન્ડીયામાંથી ચુકવાય છે. સ્પીકરને સંસદમાં બહુમતીથી ઠરાવ પસાર કરીને જ તેમના પદ પરથી હટાવી શકાય છે.

જો કે ડેપ્યુટી સ્પીકરની પસંદગી બહુ રસપ્રદ બનશે સામાન્ય રીતે, આ પદ સતારૂઢ ન હોય તેવા પક્ષ માટે અનામત રખાતું હોય છે ર૦૧૪માં ભાજપાએ આ પદ એઆઇએડીએમકે આપ્યું હતું. રીપોર્ટસ અનુસાર આ વખતે આ પદ બીજુ જનતા દળ (બીજેડી), વાયએસઆર કોંગ્રેસ અથવા બિહારના ભાજપાના સહયોગી પક્ષ જનતા દળ (યુ) ને મળી શકે છે. આ ઉપરાંત  શિવસેના પણ આ પદ માટે માગણી કરી છે. પણ એવી ગણત્રી થઇ રહી છે એનડીએમા ન હોય તેવા પક્ષના ડેપ્યુટી સ્પીકર રાખવામાં આવે તો તેનાથી જરૂર પડે ત્યારે એનડીએ રાજસભામાં તેની મદદ મેળવી શકે.

(3:07 pm IST)