Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર

સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ : ઇવીએમના મુદ્દે પીએમે બેઠક બોલાવી હોત તો જરૂર સામેલ થાત. : માયાવતી

નવી દિલ્હી : વન નેશન વન ઇલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠકનો બસપા સુપ્રીમો માયાવતીએ બહિષ્કાર કર્યો છે. માયાવતીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એ ફક્ત રાષ્ટ્રીય સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ તેમજ એક પ્રકારની છેતરામણી છે

   માયાવતીએ કહ્યું કે જો ઇવીએમના મુદ્દે પીએમે બેઠક બોલાવી હોત તો તેઓ જરૂર સામેલ થાત. માયાવતીએ જણાવ્યું કે કોઇ પણ લોકતાંત્રિક દેશમાં ચૂંટણી ક્યારેય કોઇ સમસ્યા હોઇ શકે નહીં. ચૂંટણીને ક્યારેય પૈસાના વ્યય-અપવ્યયના દ્રષ્ટિકોણથી તોલવી વાજબી નથી

 . દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત હકીકતમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, વધતી હિંસા અને રાષ્ટ્રની સળગતી સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

(1:33 pm IST)