Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમરનાથ યાત્રા પર મંડરાય રહ્યો છેઃ આતંકી હુમલાનો ખતરો

સુરક્ષા એજન્સીના રીપોર્ટ મુજબ ૬ પ્રકારના આતંકી હુમલાની આશંકા

નવી દિલ્હી, તા.૧૯: જૂલાઇથી જમ્મૂ કાશ્મીરમાં શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા ૨૦૧૯  પર આતંકનું જોખમ સતત બનેલું છે. સુરક્ષા એજન્સીના રિપોર્ટ અનુસાર આતંકી ગ્રુપ અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું ષડયંત્ર રચી શકે છે. એવામાં યાત્રાની ફૂલ પ્રૂફ સુરક્ષા માટે મોટા સ્તર પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મળેલી જાણકારી અનુસાર ગુપ્ત એજન્સીએ અમરનાથ યાત્રા પર ૬ રીતના આતંકી હુમલા થવાની આશંકા વ્યકત કરી છે.

અમરનાથ યાત્રાની સુરક્ષામાં લાગેલી જમ્મૂ કાશ્મીર પોલીસ, સેના અને દરેક અર્ધસૈનિક દળને કહેવામાં આવ્યું છે કે, તેઓ દરેક ખતરાને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ રીતે સતર્ક રહે. પ્રાપ્ત જાણકારી અનુસાર યાત્રામાં ઉપયોગમાં લેવાતી યાત્રીઓ અને સુરક્ષા દળની ગાડીઓ પર RFID ટેગની સાથે પ્રથમ વખત દરેક શ્રદ્ઘાળુઓને ખાસ પ્રકારનો બાર કોડ આપવામાં આવશે. જેનાથી તેમના લોકેશન વિશે ચોક્કસ જાણકારી મળી શકે. એટલું જ નહીં, પ્રથમ વખત યાત્રીઓની જે કેમ્પમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના પર પણ બાર કોડ રીડર લગાવવામાં આવી રહ્યાં છે. જેનાથી કેમ્પમાં તે જ યાત્રી આવી શકે જેને બાર કોડ આપવામાં આવ્યો છે.

અમરનાથ યાત્રા પર જયાં આતંકી હુમલા થવાનો ખતરો બનેલો છે. ત્યાં સુરક્ષા એજન્સીના રિપોર્ટ અનુસાર કાશ્મીર ખીણમાં લગભગ ૨૯૦ આતંકીઓ હાજર છે. જેમનો ઉપયોગ અમરનાથ યાત્રા પર હુમલો કરવા માટે કરી શકે છે. રિપોર્ટ અનુસાર તેમાં ૩૪ પાકિસ્તાની આતંકી છે જે આઇએસઆઇના ઇશારા પર સુરક્ષા દળને નિશાન બનાવી શકે છે.

આવો તમને જણાવી ખીણમાં હાજર આતંકી ગૃપ્સ વિશે. કાશ્મીરમાં ૨૯૦ આતંકીઓ હોવાની જાણકારી છે, જેમાં સૌથી વધારે લશ્કરના આતંકી છે.

(1:12 pm IST)