Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સંસદમાં વિપક્ષી એકતાના પ્રારંભે જ લીરા ઉડયા.....

સંસદમાં રહેલ વિરોધ પક્ષોની એકતા આખરે તુટી પડી છે. યુપીએ અધ્યક્ષ સોનીયા ગાંધીએ ગઇ સાંજે વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી પરંતુ અખિલેશ યાદવનો સમાજવાદી પક્ષ, માયાવતીનો બહુજન સમાજવાદી પક્ષ અને મમતા બેનર્જીનો તૃણમુલ કોંગ્રેસ પક્ષ તેમા જોડાયા ન હતા

આ બેઠકને પાછળથી યુપીએની મીટીંગના સ્વરૂપમાં ફેરવી નાખેલ. તૃણમુલ કોંગ્રેસના સાંસદે કહેલ કે લોકસભામાં તેમનો પક્ષ વિરોધ પક્ષ સાથે તાલમેલ નહિ રાખે. ઓછામાં ઓછું ૧ વર્ષ સુધી તેમનો પક્ષ રાજયસભા-લોકસભામાં એકલા હાથે કામ કરશે.

સપા-બસપાનું કહેવું છે કે સોનીયા ગાંધી યુપીએના સભ્યોને બોલાવી શકે છે પરંતુ તમામ વિરોધ પક્ષોને બોલાવવાનો અધિકાર તેમને નથી.  સંસદમાં કોઇ ખાસ ખરડો આવે અને તેવા પ્રસંગે વિપક્ષી એકતા જરૂરી હોય તો સાથે મળી બીજા પક્ષો સાથે તાલમેલ થઇ જશે. સોની નજર છે કે વિરોધ પક્ષોની એકતા તુટી પડયા પછી ભાજપ હવે મનધારેલા ખરડાઓ રાજયસભામાં પસાર કરાવી શકશે કે પોતાની-એનડીએની બહુમતી થાય ત્યાં સુધી-૧ વર્ષ રાહ જોવી પડશે ?

(1:10 pm IST)