Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાહુલ ગાંધી પોતાનો જન્મદિવસ ભવ્ય રીતે નહિ ઉજવે બિહારમાં તાવથી થતા મોતથી ભારે દુઃખી : લીધો નિર્ણંય

માત્ર પાર્ટી કાર્યકર્તાઓ અને બાળકો સાથે મુલાકાત કરશે.

નવી દિલ્હી : બિહારમાં ચમકી તાવથી થઇ રહેલા મૃત્યુ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીએ મોટો નિર્ણય લીધો છે.

 રાહુલ ગાંધી આજે એટલે કે બુધવારે પોતાનો જન્મદિવસ ભવ્ય રીતે ઊજવશે નહીં. માત્ર પાર્ટી કાર્યકર્તાઓ અને બાળકો સાથે મુલાકાત કરશે. આજે રાહુલનો 49મો જન્મદિવસ છે.

 રાહુલ ગાંધી કોંગ્રેસ મુખ્યાલય પહોંચી ગયા છે. અહીંયા તેઓ પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. એ દરમિયાન ઘણા પાર્ટી કાર્યકર્તાઓએ રાહુલને અધ્યક્ષ પદથી રાજીનામું ના આપવાની અપીલ કરી. કાર્યકર્તાઓની સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ બાળકોને મળશે.

(12:50 pm IST)
  • લોધીકામાં ૦II ઈંચ : સૌરાષ્ટ્રના ૧૨ તાલુકામાં હળવા-ભારે ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યા સુધીમાં લોધીકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ઉમરાળા, વલ્લભીપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, રાજકોટ, બોટાદ, ઉના, ભેસાણ, જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે. access_time 4:46 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પોલીસે ૫ આતંકીઓની ધરપકડ કરી : શોપીયાથી હિઝબુલ કમાન્ડર સહિત ૫ની ધરપકડઃ ૫ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટ સામગ્રી કબ્જે access_time 4:04 pm IST

  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST