Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નાસા દુનિયાના લોકોને હિન્દી શીખવવા અને ભારતીય ધરોહરની માહિતી આપવા માટે નાણાકીય મદદ કરશે

વૈજ્ઞાનિક રીતે હિંદી શીખવાડવામાં આવશે.: ધરોહરની વિસ્તૃત માહિતીનો વિડિઓ પણ ઉપલબ્ધ : પ્રોગ્રામનું નેતૃત્વ વેદ ચૌધરી કરશે

નવી દિલ્હી : અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા દુનિયાભરના લોકોને હિંદી શીખવડવા અને ભારતીય ધરોહરની માહિતી આપવા માટે નાણાકીય મદદ કરશે. નાસાની મદદથી એક અમેરિકન યોજના અંતર્ગત એવા વિડીયો બનાવવામાં આવ્યા છે, જેમાં વૈજ્ઞાનિક રીતે હિંદી શીખવાડવામાં આવશે. તેમાં ભારતીય ધરોહરની વિસ્તૃત માહિતીના વીડિયો પણ છે. વિજ્ઞાન અને તકનીકની મદદથી આ પ્રોગ્રામને સરળ બનાવવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે.

   આ પ્રોગ્રામનું નેતૃત્વ વેદ ચૌધરી કરશે, તેમની સંસ્થા 'એજૂકેટર્સ: સોસાયટી ફોર હેરિટેજ ઓફ ઇન્ડિયા' સ્ટાર ટૉક યોજનાનું સંચાલન કરી રહી છે. નાસાએ આ માટે 62.71 લાખ રૂપિયા (લગભગ 90 હજાર ડૉલર) આપ્યા છે. આ યોજનાને મેરીલેન્ડ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય વિદેશી ભાષા કેંદ્રની દેખરેખમાં ચલાવવામાં આવે છે.

  આ યોજના અંતર્ગત આમેરનો કિલ્લો, હવા મહેલ, જંગ સહિત દિલ્હીનો લોહ સ્તંભ, કુતુબ મીનાર, ચાંદ બાવડી, જયપુર ફુટ મુખ્યાલય, જ્યાંથી દુનિયાભરના 80 દેશો માટે કૃત્રિમ અંગો બનાવવામાં આવે છે, તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે

(11:55 am IST)