Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નોકરીથી લઈ ખેડૂતોની આવક સુધીઃ મોદી ફાઇનલ કરી રહ્યા છે ૧૦૦ દિવસનો એજન્ડા

ભારતને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પર ભારઃ અનેક મુદ્દાઓને ઉકેલવા માટે પગલા ભરશે સરકાર

નવી દિલ્હી, તા.૧૯: નરેન્દ્રભાઇ મોદીએ પોતાના બીજા કાર્યકાળના બેળગી પહેલા મંગળવારે નાણા અને અન્ય મંત્રાલયોના મોટા અધિકારીઓ સાથે બેઠક કરી. પીએમે આ બેઠકમાં સુસ્ત પડતી અર્થવ્યવસ્થાને ઝડપ આપવા અને રોજગાર સર્જનને ધ્યાનમાં રાખતાં સરકારના ૧૦૦ દિવસના એજન્ડાને અંતિમ રૂપ આપવા પર ભાર મૂકયો.

સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાનના નિવાસસ્થાને થયેલી આ બેઠકમાં નાણા મંત્રાલયના તમામ પાંચ સચિવો ઉપરાંત કેટલાક અન્ય મંત્રાલયોના અધિકારી અને નીતિ આયોગના સીનિયર અધિકારી પણ ઉપસ્થિત રહ્યા. અહેવાલ છે કે આ હાઈ લેવલ મીટિંગમાં ઓછા સમયમાં દેશને ૫૦૦૦ અબજ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્યને ધ્યાનમાં રાખતા સરકારના પાંચ વર્ષના વિજન પર પણ ચર્ચા-વિચારણ થઈ.

માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ખેડૂતોની આવક બેગણી કરવી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સૌને પીવાનું પાણી, સૌને વીજળી સહિત વડાપ્રધાનની મહાત્વકાંક્ષી પરિયોજનાઓની ભવિષ્યની રૂપરેખા ઉપર પણ વાતચીત કરવામાં આવી.

કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને જોતાં ગત સપ્તાહે જ પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રમાં સુધાર કરવા, ખાનગી રોકાણ વધારવા, ખેડૂતોને બજાર સમર્થન ઉપલબ્ધ કરાવવા અને લોજિસ્ટિક વ્યવસ્થામાં સુધારણા પર ભારત આપવાની વાત કહી હતી.

વડાપ્રધાન મોદીએ તમામ વિભાગોની સાથે સુધારોની રૂપરેખા પર વિચાર કર્યો જેથી દેશમાં વેપાર કરવાની વ્યવસ્થાઓ વધુ સુગમ કરી શકાય તથા અર્થવ્યવસ્થાને વેગ આપી આગળ ધપાવી શકાય.

સૂત્રોએ કહ્યું કે બેઠકમાં રાજસ્વ વધારવા તથા સુધારો દ્વારા જીડીપીની વૃદ્ઘિની ઝડપ વધારવાના ઉપાયો ઉપર પણ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપીનો વૃદ્ઘિ દર ઘટીને ૬.૮ ટકા પર આવી ગયો છે, જે આ પાંચ વર્ષનો નીચલો સ્તર છે.

આંકડા મુજબ, મોંઘવારી ભારતીય રિઝર્વ બેંકના સંતોષકારક સ્તરના દાયરામાં છે, પરંતુ જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં આર્થિક વૃદ્ઘિ દર ૫.૮ ટકાના પાંચ વર્ષના નીચલા સ્તરે આવી ગઈ. તેનાથી વૃદ્ઘિ દરના મામલામાં ભારત હવે ચીનની પાછળ થઈ ગયું છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ું પૂર્ણ બજેટ ૫ જુલાઈએ રજૂ કરવામાં આવશે. મોદીએ તે પહેલા સીનિયર અધિકારીઓની સાથે ચર્ચા-વિચારણ શરૂ કરી છે. આ વિચારોને બજટેમાં સામેલ કરવામાં આવી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીના નેતૃત્વમાં નવી સરકાર જયાં ઉત્પાદનમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે, બીજી તરફ આગામી બજેટમાં કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓને દૂર કરવા અને ખેડૂતોની આવક વધારવાન પગલા પણ ઉઠાવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા બજેટમાં અર્થવ્યવસ્થાની ધીમી ઝડપ, ફસાયેલી લોનમાં વૃદ્ઘિ અને બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓના રોકડ સંકટ જેવી નાણાકીય ક્ષેત્રીન મુશ્કેલીઓ, રોજગાર સર્જન, ખાનગી ક્ષેત્રમાં રોકાણ, એકસપોર્ટમાં વધારો અને કૃષિ સંકટ સહિત અન્ય મુદ્દાઓને ઉકેલવા માટેપગલા ઉઠાવવામાં આવે તેવી શકયતા છે.(૨૩.૭)

(11:32 am IST)