Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

૨૦૨૦નો ચૂંટણી જંગ જીતવા ટ્રમ્પ ફરી મેદાનમાં: પ્રચારકાર્ય શરૂ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ૨૦૨૦માં યોજાશે. વર્તમાન પ્રમુખ ટ્રમ્પે આ ચૂંટણી જંગ જીતવા પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રચાર કાર્ય શરૂ કરવા તેમણે ફલોરિડા રાજ્ય પસંદ કર્યુ છે. ગઇકાલે ૨૦ હજાર જેટલા સમર્થકોની હાજરીમાં તેમણે પ્રવચન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે આ દુનિયા અમેરિકાની ઇર્ષ્યા કરે છે. તેમણે દાવો કર્યો હતો કે મારા આવ્યા પછી અમેરિકાનું અર્થતંત્ર સુદ્રઢ બન્યું છે. તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષ ડેમોક્રેટસ અમેરિકાનો નાશ કરવા માંગે છે. તેમણે સમર્થકોને કહ્યુ હતું કે એકવાર તમે મને જીતાડ્યો છે હવે ફરી વાર મને જીતાડવાનો છે.

(11:28 am IST)