Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

NRI ઉદ્યોગપતિ ગુપ્તા બંધુઓના પુત્રોના

લગ્ન પાછળ ખર્ચાશે ૨૦૦ કરોડ

ઉતરાખંડના ઔલીમાં યોજાશે શાહી લગ્ન સમારોહ

નવી દિલ્હી, તા.૧૯: ભારતમાંથી સાઉથ આફ્રિકામાં જઈને વસેલા ઉદ્યોગપતિ ગુપ્તા બંધુઓ અજય અને અતુલે તેમના બે દીકરાઓના લગ્ન માટે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા ઔલીને પસંદ કર્યું છે. આજથી લગ્ન સમારંભના કાર્યક્રમો શરૂ થઈ જશે.

અજય ગુપ્તાના પુત્ર સુર્યકાંતના લગ્ન દિલ્હીના સુરેશ સિંદ્યલની દીકરી ક્રિતિકા સાથે જયારે અતુલ ગુપ્તાના પુત્ર શશાંકના લગ્ન દુબઈ સ્થિત વિશાલ જાલનની દીકરી શિવાંગી સાથે થવાના છે.

લગ્ન સમારંભ માટે ઔલીમાં હોટલ કિલપ ટોપને લાઈટોથી શણગારાઈ છે. સોમવારે પદ્મશ્રી તેમજ જાગર સમ્રાટ પ્રીતમ ભરતવાણના જાગરો પર અજય ગુપ્તાએ નારિયેળ વધેરી લગ્ન સમારંભના શ્રીગણેશ કર્યા. તો, ગાયક કૈલાશ ખેર પણ ઔલી પહોંચી ગયો છે.

ઔલીમાં ૨૨મી જૂન સુધી શાહી લગ્નના કાર્યક્રમ ચાલવાના છે. બે લગ્ન માટે જોશીમઠથી લઈને ઔલી સુધીની દરેક દુકાનોને ગુપ્તા બંધુઓએ ભાડે લઈ લીધી છે. સમગ્ર આયોજન માટે પરિવાર લગભગ ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યો છે. મહેમાનોને લાવવા-લઈ જવા માટે ચોપર પાછળ જ લગભગ ૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવો અંદાજ છે.

આ લગ્નમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ હાજરી આપે તેવી શકયતા છે. ઔલીમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં બોલિવૂડના કલાકાર પહોંચશે. પરિવારના લોકોએ જણાવ્યું કે, અનિલ કપૂર, જેકલીન ફનર્િાન્ડઝ, કેટરીના કેફ, સિદ્ઘાર્થ મલ્હોત્રા, શાહિદ કપૂર જેવા કલાકાર ઔલી આવશે.

તે સાથે જ કૈલાશ ખેર, શંકર અહેસાન લોય અને વિશાલ શેખર પરફોર્મ કરશે. ઈન્ટરનેશનલ મ્યૂઝિક ગ્રુપ સિમ્ફની અને બોમ્બે રોકર્સ પણ લગ્નમાં આવેલા મહેમાનોનું મનોરંજન કરશે.

આ લગ્નમાં મહેમાન તો ગણ્યાં-ગાંઠ્યા જ બોલાવાયા છે, પરંતુ ખર્ચો ૨૦૦ કરોડની આસપાસનો છે. ઔલીના સ્કીઈંગ ક્ષેત્રને વેડિંગ પોઈન્ટ તરીકે વિકસિત કરાયો છે.

 

(10:17 am IST)
  • એક દેશ-એક ચૂંટણી પર વિપક્ષની બેઠક રદ્દ પીએમની બેઠકમાં સામેલ થશે શરદ પવાર : વિપક્ષનું વલણ એક દેશ-એક ચૂંટણીના મુદ્દા પર નકકી કરવા માટે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ તેના પર બેઠક બોલાવી હતી પરંતુ તે હવે રદ્દ થઇ ગઇ છે જો કે NCP પ્રમુખ શરદ પવારે નિવેદન આપ્યુ છે કે તે વડાપ્રધાન દ્વારા બોલાવામાં આવેલી બેઠકમાં સામેલ થશે access_time 1:07 pm IST

  • ગુજરાત રાજયસભાની ચૂંટણી : સુપ્રિમે ચુંટણી પંચને નોટીસ પાઠવી : રાજકોટઃ ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો માટે અલગ અલગ બેલેટ પેપરથી એક જ દિવસમાં બે વખત મતદાન કરાવવાની ચૂંટણીપંચની જાહેરાતને કોંગ્રેસ પક્ષે સુપ્રિમમાં પડકારી છે. કોંગ્રેસની અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરી ચૂંટણી પંચને સુપ્રિમે નોટીસ પાઠવી છે. વિશેષ સુનાવણી આવતા અઠવાડીયે મંગળવારે હાથ ધરાશે access_time 1:06 pm IST

  • ડ્રાઈવિંગ લાયસન્સ માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતાની અનિવાર્યતા ખતમ કરશે સરકાર :હાલમાં વાહન ચાલકને લાયસન્સ મેળવવા માટે 8 પાસ હોવું જરૂરી છે;આર્થિક પછાતવર્ગને કામકાજના સંદર્ભે કુશળ લોકોને લાભ પહોંચાડવા બસ,તર્ક,અને માલવાહક,વાહનોના ચાલકો માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતા હટાવવા નિર્ણંય લેવાય શકે છે access_time 12:53 am IST