Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ઓમ. બિરલાને સમર્થન આપશે યુપીએ ;બેઠકમાં નિર્ણંય

એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે પ્રસ્તાવિત સર્વપક્ષીય બેઠક માટે હવે નિર્ણંય કરાશે

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યુપીએ)ના સાથી પક્ષોની  યોજાયેલી બેઠકમાં લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ઓમ. બિરલાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સાથી પક્ષોના લોકસભાના નેતાઓએ ભાગ લીધો હતો.

 જોકે, વડાપ્રધાન મોદી તરફથી 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે બોલાવાયેલી બેઠકના સંદર્ભમાં હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. યુપીએના પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્પીકરના મુદ્દે સત્તા પક્ષનો વિરોધ કરવાનો નિર્ણય લેવાયો હતો

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે પ્રસ્તાવિત સર્વપક્ષીય બેઠક માટે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. બુધવારે સવારે કોંગ્રેસ અને સાથી પક્ષોની યોજાનારી સંભવિત બેઠકમાં અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે.

ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવાર રહેશે. એનડીએના વિવિધ ઘટક પક્ષોના 13 સભ્યોએ પદ માટે બિરલાની દાવેદારીને ટેકો જાહેર કર્યો છે. ઓમ બિરલા રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ પર બીજી વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. બિરલાએ મંગળવારે લોકસભા સચિવાલયમાં પોતાની દાવેદારી રજૂ કરી હતી

(12:49 am IST)
  • સેનસેકસ ૩૧૦ પોઇન્ટ વધીને ૩૯૩૫૬ અને નીફટી ૯૨ પોઇન્ટ વધીને ૧૧૭૮૪ ઉપર છે. ડોલર સામે રૂપિયો ૬૯.૬૧ ઉપર છે access_time 11:26 am IST

  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST

  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન :કહ્યું જમીનનો વિવાદ રાજ્યમાં અપરાધ માટેનું સૌથી મોટું કારણ :યોગીએ આવા મામલા જલ્દી ઉકેલ લાવવા હાકલ કરી access_time 1:06 am IST