Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વોટ્સએપમાં થશે ફેરફાર: તમામ મેસેજને ડીઝીટલીફિંગરપ્રિન્ટ કરાશે :વપરાશકર્તાને પડશે સીધી અસર

શેર કરવામાં આવેલા તમામ કન્ટેનને ટ્રેસ કરી શકાશે:વાંચ્યા વગર વોટ્સએપ એ પણ જાણી શકશે કે કેટલા લોકોએ જોયો અને ફોરવર્ડ કર્યો

નવી દિલ્હી :શોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વોટસઅપમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ વોટ્સએપમાં તમામ મેસેજ ડિજિટલી ફિંગરપ્રિન્ટ કરાશે સરકારે WhatsAppને તેમના પ્લેટફોર્મ પરથી મોકલવામાં આવેલા દરેક મેસેજ એન્ક્રિપ્શન તોડ્યા વગર ડિજિટલી ફિંગરપ્રિન્ટ ઉમેરવાનું કહ્યું છે. આનાથી વોટ્સએપ પર શેર કરવામાં આવેલા તમામ કન્ટેનને ટ્રેસ કરી શકાય.

. બિઝનેસ ધ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર સરકારે WhatsAppને તેમના પ્લેટફોર્મ પરથી મોકલવામાં આવેલા દરેક મેસેજ એન્ક્રિપ્શન તોડ્યા વગર ડિજિટલી ફિંગરપ્રિન્ટ ઉમેરવાનું કહ્યું છે. આનાથી વોટ્સએપ પર શેર કરવામાં આવેલા તમામ કન્ટેનને ટ્રેસ કરી શકાશે, સાથે જ મેસેજ વાંચ્યા વગર વોટ્સએપ એ પણ જાણી શકશે કે મેસેજને કેટલા લોકોએ જોયો અને ફોરવર્ડ કર્યો છે.

સરકારે વોટઅપને કહ્યું - અધિકારીઓએ જણાવ્યું હતું કે Whatsapp મેસેજના ફિંગર-પ્રિંટિંગથી એ જાણવામાં મદદ મળશે કે કોઇ મેસેજ કયાથી શરુ થયો છે. તેમણે ક્હ્યું કે અમે મેસજ વાચવા નથી માંગતા, પરંતુ કોઇ ખોટા મેસેજ કરે છે અને વોટ્સએપથી શરુ કરવા પર પુછે છે તો તેની જાણકારી આપવામાં સક્ષમ હોવા જોઇએ, કંપનીએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે. આ ટેકનીકી રીતે શક્ય છે.
  એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર માત્ર થોડા કિસ્સાઓમાં કંપની પાસેથી મેસેજની શરૂઆત વિશેની માહિતી માંગશે. તેઓએ કહ્યું કે અમે ઓછામાં ઓછી વિનંતી મોકલીશું. >> હવે Whatsapp મેસેજ ડેટા સંગ્રહિત કરતું નથી ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે જો તેઓ સરકારની માગને સ્વીકારે છે, તો તેમને સંપૂર્ણ આર્કિટેક્ચર ફરીથી બનાવવું પડશે.
 ડિસેમ્બર 2008માં આઈટી એક્ટના ડ્રાફ્ટમાં સુધારો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મૂળ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર શેર કરનારા મેસેજની જાણાકારી મેળવવા માટે જવાબદારી સંબંધિત કંપનીઓ પર મૂકવામાં આવી હતી.
   આ યૂઝર્સ પર કાયદેસર કાર્યવાહીની કરી જાહેરાત - જો કે, વોટસએપે તેના પ્લેટફોર્મ દ્વારા નકલી સમાચાર પર મજબૂત પગલા ઉઠાવ્યા છે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે જે લોકો વોટ્એપસ પ્લેટફોર્મનો દુરૂપયોગ કરે છે તેમને જલ્દી જ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
કંપનીએ કહ્યું છે કે તે લોકોને મેસેજ મોકલવા, ઓટોમેટેડ મેસેજ મોકલવા અથવા તેમના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા માટે કાનૂની પગલાં લેવાશે.
વોટ્સએપે તેમના FAQ પેઇઝના અનઓર્થોરાઇઝ્ડ યૂઝીસ ઓફ વોટ્સએપ પોલિસી સેક્શનમાં કહ્યું છે કે કોઇપણ યૂઝર અથવા સંસ્થા એક સાથે બલ્ક મેસેજ મોકલશે અથવા ઓટોમેટેડ મેસેજ મોકશે. તેને 7 ડિસેમ્બર બાદ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
(12:00 am IST)