Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નારિયેળ અને તાડ જેવા ઊંચા વૃક્ષો પર ચડવા કર્ણાટકના ખેડૂતે બનાવ્યું અનોખું મશીન

મશીન વૃક્ષના થડમાં ફીટ કરીને તેને ચાલુ કરી સેકન્ડમાં જ ઝાડની ઉંચાઇ સુધી પહોંચી શકાય

 

નવી દિલ્હી :ઊંચા ઝાડ પર ચડવું કપરું બનતું હોય છે ત્યારે સામાન્યપણે નારિયેળ, યુકોલિપ્ટસ અને તાડ જેવા ઊંચા વૃક્ષો પર ચડતા લોકોને દોરડાંનો ઉપયોગ કરવો પડે છે.ત્યારે કર્ણાટકના એક ખેડૂતે અનોખું મશીન વિકસાવ્યું છે કર્ણાટકના ખેડૂતે એવું મશીન તૈયાર કર્યુ છે, જેનાથી સરળતાથી વૃક્ષો પર ચઢી શકાય છે. મશીન કોઈપણ ઊંચા વૃક્ષ પર ચડવા માટે મદદરૂપ બનશે .

    કર્ણાટકના મેંગલોરમાં Szimamuda ગામમાં રહેતા એક ખેડૂત ગણપતિ ભટ્ટે એવું મશીન તૈયાર કર્યુ કે જેનાથી કોઇપણ સરળતાથી ઉંચા વૃક્ષો પર ચઢી શકે છે. ઊંચા વૃક્ષો પર ચઢવા માટે નું મશીન ખુરશી જેવું છે. મશીન વૃક્ષના થડમાં ફીટ કરીને તેને ચાલુ કરી સેકન્ડમાં ઝાડની ઉંચાઇ સુધી પહોંચી શકાય છે.

    ખેડૂત ગણપતિ ભટ્ટે કહ્યું કે અત્યંત સરળ અને ઉપયોગી શોધ છે. આના મદદથી 60 થી 80 કિલોગ્રામનો કોઈપણ વ્યક્તિ તેના પર બેસીને સળતાથી વૃક્ષની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સૌથી મહત્વની વાત છે કે મશીન પેટ્રોલથી ચાલે છે. મશીનમાં સલામતી અને સુરક્ષાની વિશેષ કાળજી લેવામાં આવી છે.

    ખેડૂત ગણપતિ ભટ્ટે કહ્યું કે અત્યંત સરળ અને ઉપયોગી શોધ છે. આના મદદથી 60 થી 80 કિલોગ્રામનો કોઈપણ વ્યક્તિ તેના પર બેસીને સળતાથી વૃક્ષની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સૌથી મહત્વની વાત છે કે મશીન પેટ્રોલથી ચાલે છે. મશીનમાં સલામતી અને સુરક્ષાની વિશેષ કાળજી લેવામાં આવી છે.

  બાઇક કેટલી મજબુત છે. ફોટોમાં ઝાડ સાથે બાંધેલા બાઇક મશીન પર ઉભા રહીને વ્યક્તિને ઉચાઇ પર ચઢતા જોઇ શકો છો. નાળિયેરનાં વૃક્ષ 100-100 ફીટ ઉચા હોય છે. સમય દરમિયાન ખેડૂતોને વૃક્ષ પર ચઢી જવા માટે અનેક પ્રયત્નો કરવા પડે છે.

   જોઇ શકાય છે તે બાઇક કેટલી મજબુત છે. ફોટોમાં ઝાડ સાથે બાંધેલા બાઇક મશીન પર ઉભા રહીને વ્યક્તિને ઉચાઇ પર ચઢતા જોઇ શકો છો. નાળિયેરનાં વૃક્ષ 100-100 ફીટ ઉચા હોય છે. સમય દરમિયાન ખેડૂતોને વૃક્ષ પર ચઢી જવા માટે અનેક પ્રયત્નો કરવા પડે છે.

(10:16 pm IST)