Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

આવતા વર્ષે ફેસબુક લોન્ચ કરશે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી લિબ્રા

પૈસા મોકલવા, રિસીવ કરવા, ખર્ચ કરવા અને સુરક્ષિત કરવા એ ઉપયોગી બનશે

નવી દિલ્હી :સોશિયલ મીડિયા નેટવર્કિંગ કંપની ફેસબુકે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી છે અને એને લિબ્રા એવું નામ આપ્યું છે. લિબ્રાને 2020ની શરૂઆતના છ મહિનામાં લોન્ચ કરી દેવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ કરન્સી દુનિયાભરના કરોડો લોકોની રોજબરોજની આર્થિક જરૂરિયાતો પૂરી કરશે.

   આ પ્રોજેક્ટ પર ગત એક વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ફેસબુકે આશરે એક અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. લિબ્રા એવી કરન્સી છે જેને ઉબર, માસ્ટરકાર્ડ, વોડાફોન, ઇબે અને સ્પોટીફાય સહિતની ૨૭ કંપનીઓએ માન્યતા આપી દીધી છે.

  ફેસબુક દ્વારા લેવામાં આવેલું આ ઐતિહાસિક અને મોટું પગલું છે. લિબ્રા ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી છે જેને બ્લોકચેન ટેકનોલોજીના આધારે બનાવવામાં આવી છે. આના દ્વારા લોકો પોતાના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. પૈસા મોકલવા, રિસીવ કરવા, ખર્ચ કરવા અને સુરક્ષિત કરવા એ ઉપયોગી બનશે.

  ફેસબુકના અધિકારી ડેવિડ માર્કસે કહ્યું હતું કે લિબ્રા પાસે દુનિયાભરનાં અબજો લોકો સુધી ઓપન ફાઇનેન્શિયલ ઇકોસિસ્ટમ પહોંચાડવાની સંભાવના છે.

(12:00 am IST)