Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર : 250થી વધુ પ્રવાસીઓને બચાવવા રેસ્ક્યૂ હાથ ધરાયું

ચુંગથાંગ-લાચેન-થાંગુ વચ્ચેનો માર્ગ વ્યવહાર બંધ:

ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટ્યું છે  જેના કારણે તિસ્તા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદી ભયજનક સ્તરને વટાવી ગઇ. આ પરિસ્થિતિમાં ઉત્તર સિક્કિમના ઝીમામાં જુદા જુદા ત્રણ સ્થળોએ 250થી 300 જેટલા પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. જેમને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. લાચેન પોલીસ અને GREFના કર્મચારીઓએ આ પ્રવાસીઓને હેમખેમ સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા. વાદળ ફાટ્યા બાદ ચુંગથાંગ-લાચેન-થાંગુ વચ્ચેનો માર્ગ વ્યવહાર બંધ થઇ ગયો હતો.

વાયુ વવાઝોડા ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પર પશ્ચિમની ખલેલ અને આ સિસ્ટમથી મધ્ય પાકિસ્તાન પર બનતા અતિ ભારે પવનના ક્ષેત્રની જગ્યાએ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદ થવાની ધારણા છે.

  આ સિસ્ટમને લીધે, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ધૂળની ડમરીઓ અને વાવાઝોડા સાથે વરસાદ થવાનું અનુમાન છે. સ્કાયમેટ મુજબ, પૂર્વીય બિહારમાં ચક્રવાતનું વાયુ ક્ષેત્ર બની ગયું છે. આ કારણે, ઉત્તર-પૂર્વીય ભારતમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ અનુમાનિત છે. ઓરિસ્સામાં પણ ભારે વરસાદની શક્યતા છે.

(12:00 am IST)