Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કાળા પડી ગયેલા વાસણના ડાઘ દૂર કરવા છે? તો અજમાવો આ ઘરગથ્‍યુ ઉપાયો

દેશ વિદેશઃ કાયમ રસોઇ માટે વપરાતા વાસણ કયારેક વધુ પડતા તાપ કે રસોઇ દાઝી જવાથી કાળા પડી જાય છે. પરંતુ તેની ઓરીજીનલ ચમક પાછી લાવવા માટે મોંઘા  કેમિકલ લાવવાની જરૂરી નથી. તમારા રસોડામાં જ છે વાસણની કાળાશ દૂર કરી ચમકાવતી વસ્‍તુઓ

(૧)લીંબુઃ આરોગ્‍ય માટે અકસીર ગણાંતું લીંબુ વાસણના કાળા ડાઘ દૂર કરવા માટે પણ અકસીર છે. લીંબુને વાસણ સાથે ઘસો બાદમાં તે વાસણમાં જ ૩ કપ જેટલું પાણી લઇ ગરમ કરો અને પછી બ્રશ વડે વાસણનો બળેલો ભાગ સાફ કરો. મિનીટોમાં જ કાળા ડાઘ દૂર થઇ જશે.

(૨)ડુંગળીઃ ગરીબોની કસ્‍તૂરી ગણાતી ડુંગળી વાસણના કાળા ડાઘ આપોઆપ દુર કરી દે છે. ડુંગળીનો એક ટુકડો કાળા પડી ગયેલા વાસણમાં પાણી નાખીને ઉકાળો અને તમારા આヘર્ય વચ્‍ચે થોડા જ સમયમાં આ ડાઘ જાતે જ સાફ થઇ જશે.

(૩) મીઠુઃ કાળા પડી ગયેલા વાસણમાં મીઠુ અને પાણી નાખી પાંચ મિનીટ સુધી ઉકાળો અને પછી બ્રશથી મદદથી વાસણ સાફ કરો. ડાઘા દૂર થઇ ગયેલા જણાશે.

(11:10 pm IST)