Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ચીનના ૨૦૦ અરબ ડોલરની ચીજવસ્‍તુઓ ઉપર ૧૦ ટકા ટેક્સ લગાવવાની અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

વોશિંગ્ટનઃ ચીન પોતાના અયોગ્ય વ્‍યવહારમાં ફેરફાર નહીં કરે તો અમેરિકા ચીનને પાઠ ભણાવવા ૧૦ ટકાનો ટેક્સ લગાવશે તેવી ચિમકી અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 200 અરબ ડોલરની ચીજવસ્તુ પર 10 ટકા વધુ કર લગાવવાની ચેતવણી આપી છે, ટ્રમ્પે કહ્યું કે જો ચીન પોતાના અયોગ્ય વ્યવહારમાં બદલાવ નહીં લાવે તો અમેરિકા આ યોજના પર આગળ વધશે, તો ચીને અમેરિકાની આ યોજનાને બ્લેકમેલ ગણાવી કહ્યું કે તેઓ પણ આ અંગે જવાબ આપવા તૈયાર છે. આ પહેલા ગત સપ્તાહે અમેરિકાએ ચીનના 50 અરબ ડોલરના સમાન પર 25 ટકા વધુ કર લગાવવાની જાહેરાત કરી હતી.

દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં મતભેદ લાંબા સમયથી ચાલી રહ્યાં છે. હવે ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીન દ્વારા ટેક્સ વધારવાના નિર્ણય સામે નવા ટેક્સ લગાવવા જઇ રહ્યું છે, અમેરિકન રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું કે ચીનના અયોગ્ય વ્યવહારને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટ્રમ્પે કહ્યું કે તેઓએ અમેરિકન વ્યવહાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાઇઝરથી ચીનમાંથી આયાત કરવામાં આવતી ઉત્પાદનોની બીજી ખેપની ઓળખ કરી કહ્યું કે આ ઉત્પાદનો પર વધુ ટેક્સ લગાવી શકાય છે. ટ્રમ્પે કહ્યું કે જો ચીન પોતાના વ્યવહારમાં બદલાવ નહીં કરે તો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચીનના 200 અરબ ડોલરની ચીજવસ્તુ પર વધુ ટેક્સ લગાવવામાં આવશે. તેઓએ કહ્યું કે ચીનની હાલની ગતિવિધિઓ આ વાતનો સંકેત છે કે તેઓ અમેરિકાને સ્થાઇરૂપથી નુકસાનમાં રાખવા માગે છે. આ વાતની જાણ વસ્તુઓના 376 અરબ ડોલરના વ્યવહાર અસંતુલનથી ચાલી રહ્યું છે.

પહેલા અમેરિકાએ ચીનની 50 અરબ ડોલરની ચીજવસ્તુ અથવા ઉત્પાદન પર 25 ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ ચીને પણ જવાબી કાર્યાવાહી તરીકે અમેરિકાના 50 અરબ ડોલરની ચીજવસ્તુ પર 25 ટકા ટેક્સ વધારવાની જાહેરાત કરી હતી.

(7:37 pm IST)