Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાજપ-પીડીપી ગઠબંધન રાષ્ટ્રવિરોધી હતું :રાઉત

ગઠબંધન તુટતા શિવસેનાની પ્રતિક્રિયા

મુંબઈ, તા. ૧૯ :શિવસેનાએ જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપ ગઠબંધનનો અંત આવતા પોતાની પ્રતિક્રિયા આપી છે. શિવસેનાએ કહ્યું છે કે, આ ગઠબંધન રાષ્ટ્રવિરોધી હતું. આજે બપોરે ભાજપે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને પીડીપી સાથે ગઠબંધનનો અંત આણ્યો હતો. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધન અપવિત્ર તરીકે હતું. અમે પહેલા જ કહી ચુક્યા હતા કે આ ગઠબંધન વધારે લાંબા સમય સુધી ચાલશે નહીં. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પણ આ અંગેની પ્રતિક્રિયા આપી છે. સામનામાં શિવસેનાએ કહ્યું છે કે, સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન હજુ સુધીના સૌથી નબળા સંરક્ષણમંત્રી તરીકે રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ગઠબંધનનનો અંત આણ્યા બાદ મોટાભાગના રાજકીય પક્ષોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

(7:30 pm IST)