Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કાશ્મીરમાં બધી બાબતો માટે કેન્દ્ર જ જવાબદાર

કોંગ્રેસ નેતા ગુલામ નબીનો મત

શ્રીનગર, તા. ૧૯ :જમ્મુ કાશ્મીરમાં પીડીપી-ભાજપ વચ્ચે ગઠબંધનનો અંત આવી ગયા બાદ કોંગ્રેસ તરફથી વરિષ્ઠ ગુલામ નબી આઝાદે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર મોટાપાયે કરવામાં આવ્યો હતો. જંગી પૈસા બનાવવામાં આવ્યા હતા. હવે ગઠબંધન તોડી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારને સંપૂર્ણપણે આના માટે તેઓ જવાબદાર ગણે છે. ગુલામ નબીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને બરબાદ કર્યા બાદ પોતાની જવાબદારીથી હવે ભાગી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સરકારના ગાળા દરમિયાન સૌથી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ થયો હતો.  સૌથી વધુ સૈનિકો શહીદ થયા હતા. સૌથી વધારે જે આંકડા આવે છે તે ભાજપ અને પીડીપીના ખાતામાંથી આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પોતાની ભુલ સ્વીકારી લીધી છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

(7:26 pm IST)