Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દેશના અનેક ભાગોમાં વરસાદની આગાહી, યુપીમાં તોફાન પણ ફુંકાશે

પૂરનો પ્રકોપ : આસામમાં યોજાઇ જિલ્લામાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતી સર્જાઇ છે. પૂરની ચિંતા કર્યા વગર ગઇ કાલે એક ગામવાસી જળબંબાકાર વિસ્તારમાંથી પોતાની સાઇકલ પર આજીવિકા રળવા માટે નીકળ્યો હત

ન્યુ દિલ્હી તા ૧૯ : હવામાન વિભાગે કેટલાક દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતી કાલે ઉતર પ્રદેશના પૂર્વીય હિસ્સામાં કયાંક-કયાંક તોફાન સાથે વરસાદની આગાહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અલાહાબાદમાં સોૈથી વધુ ૪૪.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયેું હતું હહિનાની શરૂઆતમાં જ દેશના અલગ-અલગ વિસ્તારોમાં તેજ આંધી અને વરસાદ રહ્યો હતો. માત્ર ઉતર પ્રદેશમાં જ ધુળભરી આંધીને કારણે ૧૦૦ કરતા વધું લોકોનાં મોત નીપજ્યા હતાં. હવામાન વિભાગ. જણાવ્યા મુજબ દેશના અલગ-અલગ વિસ્તારોમાં આગામી દિવસોમાં આ જ પ્રકારે મોસમ રહેવા અપેક્ષિત છે. (૩.૧)

(1:09 pm IST)