Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દિગ્વિજયે 'હિન્દુ આતંકવાદ'નું જુઠ્ઠાણુ ઉભુ કર્યું'તું

હિન્દુ આતંકવાદના નામે કોંગી નેતા દિગ્વિજયે અસલી આતંકવાદીઓને છાવર્યા : પૂર્વ ગૃહસચિવનો ધડાકોઃ દિગ્વિજયને કારણે જ સમજૌતા એકસપ્રેસ બ્લાસ્ટના આરોપી આરીફ કાસમાની, મક્કા મસ્જીદ બ્લાસ્ટનો આરોપી બિલાલ ભાગવામાં સફળ રહ્યા

નવી દિલ્હી તા. ૧૯ : ગૃહ વિભાગના ભૂતપૂર્વ અધિક સચિવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એ.એન.આઇ. સાથે વાત કરતા ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિક સચિવ આર.વી.એસ. મણીએ કહ્યું કે, દિગ્વીજયસિંહે હિંદુ આતંકવાદની ખોટી વાર્તા ઘડી હતી અને તેના લીધે અસલી આતંકવાદીઓ બચવામાં સફળ થયા હતા. મણીએ કહ્યું કે મે પહેલા પણ કહ્યું હતું કે, ૨૦૧૦ સુધી હિંદુ આતંકવાદ વિષે તેમની પાસે કોઇ સત્તાવાર જાણકારી નહોતી. એટલું જ નહી ત્યારપછી પણ તેવું કશું જ નહોતું. મે એક પુસ્તક લખ્યું છે, જેમાં મેં સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે દિગ્વીજયસિંહે હિન્દુ આતંકવાદની વાતનો પાયો નાખ્યો અને તેને ફેલાવી.

મણીના કહેવા મુજબ હિન્દુ આતંકવાદના નામે સરકારી સાધનોનો ઉપયોગ કરીને તેમણે અસલી આતંકવાદીઓને બચાવ્યા હતા. ત્યારે મને દિગ્વીજયસિંહનો રાજનૈતિક એજન્ડા સમજાયો નહોતો પણ હિન્દુ આતંકવાદ જેવું કંઇ હતું જ નહી. ઉલ્લેખનીય છે કે, હમણાં જ દિગ્વીજયસિંહે કહ્યું છે કે, તેમણે કયારેય હિન્દુ આતંકવાદની વાત કરી જ નથી. તેમણે સઘીય આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી દિગ્વીજયસિંહે કહ્યું કે, કોઇપણ આતંકી ઘટનાને ધર્મના આધારે ન લઇ શકાય. કોઇપણ ધર્મ આતંકવાદનું સમર્થન નથી કરતો. સંઘને કઠેરામાં લાવતા દિગ્વીજયસિંહે કહ્યું કે, વિસ્ફોટ કરવાવાળા લોકો સંઘની વિચારધારાથી પ્રભાવિત હતા પછી તે માલેગાંવ વિસ્ફોટ હોય, મક્કા મસ્જીદ, સમજૌતા એકસપ્રેસ કે પછી દરગાહ શરીફ વિસ્ફોટ.

કોંગ્રેસી નેતાએ કહ્યું કે સંઘ હિંસા અને ધૃણાનો પ્રચાર કરે છે જે પછી આતંકવાદરૂપે પ્રચાર પામે છે. (૨૧.૧૩)

 

(12:21 pm IST)