Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રમજાન મહિનામાં અશાંતિ : એક મહિનામાં થયા ૬૨ હુમલા : ૪૧ના મોત

૧૯ દિવસમાં ૨૩ યુવકો આતંકી બન્યા : ૧૭ એપ્રિલથી ૧૭ મે સુધીમાં ૧૮ આતંકી ઘટના બની

નવી દિલ્હી તા. ૧૯ : રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ઘ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક ૨૦ ગ્રેનેડ હુમલા અને ૬૨ આતંકી હુમલા થયા. આ એટેકમાં ૪૧ લોકોના જીવ ગયા છે. આ જાણકારી સત્તાવાર સુત્રો દ્રારા પ્રાપ્ત થઇ છે. હિંસમાં વધારો થતા સરકાર પણ કાર્યવાહી કરવા મજબૂર થઇ હતી. જે પછી જ રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહએ સીઝ ફાયરને આગળ વધારવાનનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું હતું કે આપણે પહેલ કરી પણ આતંકીઓએ સુરક્ષાબળો અને સ્થાનિક પર હુમલા યથાવત રાખ્યા, હવે સુરક્ષાબળોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે પહેલાની જેમ જ જરૂરી કાર્યવાહી કરવામાં આવે જેથી નાપાક આતંકીઓને પાઠ ભણાવી શકાય. કેન્દ્ર સરકાર તરફથી સીઝફાયરના એલાનને આતંકીઓએ પોતાના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ઉપયોગ કરી લીધો. એક રિપોર્ટ પ્રમાણે સીઝફાયરના એલાન બાદના શરૂઆતી ૧૯ દિવસમાં જ ૨૩ યુવકો આતંકી સંગઠનોમાં ભરતી થયા છે, જયારે ચાલુ વર્ષના એપ્રિલ મહિના એટલે કે ચાર મહિનામાં આતંકી સંગઠનમાં ભરતી થવાની સંખ્યા ૧૨૫ હતી.

કેન્દ્ર સરકારે ૧૭ મેના દિવસે નિર્ણય લીધો હતો તે રમજાન મહિનમાં જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળ આતંકવાદીઓ વિરૂદ્ઘ અભિયાન નહીં ચલાવે.

આ નિર્ણયનું જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રીએ પણ સ્વાગત કર્યું હતું. જોકે આ સમય દરમિયાન વાસ્તવિકતા અલગ જ રહી, અધિકારીઓ પ્રમાણે ૧૭ એપ્રિલથી ૧૭ મેની વચ્ચે ૧૮ આતંકી ઘટના ઘટી જયારે રમજાનના પાક મહીનામાં આ આંકડો વધીને ૫૦ને પાર થઇ ગયો હતો.(૨૧.૧૫)

(12:22 pm IST)