Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દુનિયાનો સૌથી ઊંચો પર્વત એવરેસ્ટ બન્યો વિશ્વની સૌથી ઊંચી કચરાપેટી

દુનિયામાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ હવે દુનિયાનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બની રહ્યો છે. માઉન્ટ એવરેસ્ટના 8,848 મીટર લાંબા માર્ગમાં પર્વતારોહીઓ પોતાના ટેન્ટ, બેકાર ઉપકરણો, ખાલી ગેસ સિલીન્ડર અને કચરો છોડીને આવે છે. 18 વખત એવરેસ્ટને સર કરનારા પેમ્બા દોરજે શેરપાએ કહ્યું કે આ ઘણી ખરાબ વાત છે. માઇન્ટ એવરેસ્ટ પર જમા થયેલો કચરો કિલોમાં નહીં ટન્સની માત્રામાં છે.

(12:05 pm IST)