Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

નાણા મંત્રી કોણ ?

પીયુષ ગોયલ કે અરુણ જેટલી ?

નયુ દિલ્હી તા ૧૯ : આપણા દેશમાં સરકારી વેબસાઇટ્સ અપડેટ ન હોવી  એ ખુબ જ સામાન્ય બાબત છે. અનેક વેળા કોઇ મંત્રાલયની વેબસાઇટ લાંબા સમય સુધી અપડેટ થતી નથી. જોકે કોઇ પ્રધાનનું નામ  વેબસાઇટ પર ખોટું જતું હોય એવું બનતુ નથી. અને વળી આ ક્ષતિ પર વેબસાઇટ અપડેટ કરનાર વિભાગની જ નજર ન પડે એ તો શકય જ નથી.

જોકે કેન્દ્રના ફાઇનાન્સ મિનીસ્ટ્રીની વેબસાઇટ પર આ ક્ષતિ જોવા મળી છ ે. આ વેબસાઇટ પર કેન્દ્રીય નાણા પ્રધાન તરીકે હજી પણ અરૂણ જેટલીનું જ નામ છે, જયારે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે હોસ્પિટલમાં ભરતી થવાને કારણે ગયા મહિને જ નાણાં ખાતું રેલ્વે પ્રધાન પીયુષ ગોયલને સોંપવામાં આવ્યું હતું

પીયુરષ ગોયલને ૨૦૧૮ નછ ૧૪ મેએ નાણાંખાતું સોંપવામાં આવ્યું હતું અને અરૂણ જેટલી કદાચ ઓકટોરબરતી ફરી નાંણા ખાતાનો કાર્યભાર સંભાળશે. મહત્વની વાત એ છે કે વડા પ્રધાનની ઓફીસની વેબસાઇટ પર નાણાંપ્રધાન તરીકે પીયુષ ગોયલનું નામ  છે, જયારે ખરૂણ જેટલીનું નામ કોઇ પણ ખાતું ન ધરાવતા પ્રધાન તરીકે નોંધવામાં આવ્યું છે. જોકે નાંણા મંત્રાલયે હજી સુધી પોતાનું હોમ પેજ અપડેટ કર્યુ નથી.

આ ક્ષતિ તરફ ધ્યાન દોરતા કોંગ્રેસના લીડર મનીષ તિવારીએ વડા પ્રધાનને ગળ કાલે પ્રશ્ન કર્યો હતો કે 'તમારા નાંણાપ્રધાન કોણ છે ?

(12:56 pm IST)