Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

UP : એક છોકરીને ગળે મળવા લાગી છોકરાઓની લાઇન : વીડિયો થયો વાઇરલ

લખનૌ તા. ૧૯ : ઉત્તરપ્રદેશમાં ઇદના દિવસે છોકરાઓ સાથે ગળે મળીને શુભેચ્છા આપનારી એક છોકરીનો વીડિયો ઘણો ચર્ચાનો વિષય બની ગયો છે. આમાં રસપ્રદ તો એ છે કે આ છોકરી કયાંની છે, તેનું નામ શું છે તેની કોઇને કંઇ ખબર નથી. છોકરાઓને એકપછી એક ગળે મળતી આ છોકરીની બહેનપણીઓ તે કેટલાને ગળે મળે છે તે ગણી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના મુરાદાબાદના સિવિલ લાઇન વિસ્તારના વેવ સિનેમાની પાસેનો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. છોકરી જે જગ્યાએ છોકરાઓને ગળે મળી રહી છે ત્યાં મોટા પ્રમાણમાં ભીડ ભેગી થઇ છે. આ જોઇને આજુબાજુના લોકો વીડિયો ઉતારી રહ્યાં છે. ભીડમાંથી કેટલાક માણસો તેની પર કમેન્ટ પણ આપી રહ્યાં છે પરંતુ આ છોકરી કોઇની ચિંતા કર્યા વગર, કોઇનું સાંભળ્યાં વગર છોકરાઓ સાથે ગળે મળી રહી છે. છોકરીની મિત્રો એક પછી એક આવતાં છોકરાની સંખ્યા ગણતી હતી જયારે યુવતી તેમને ગળે મળીને શુભેચ્છાઓ આપી રહી હતી.

વેવ સિનેમાના મેનેજર ભુપેન્દ્ર સિંહે જણાવ્યું કે શનિવારે સાંજે ઇદના દિવસે તેમના સ્ટાફે તેમને માહિતી આપી હતી કે મોલની બહાર ઘણી ભીડ જમા થઇ છે અને એક છોકરી આવતજતા લોકોને રોકીને તેમને ગળે મળી રહી છે. આ સાંભળીને તેમણે સુરક્ષા કર્મીઓને મોકલીને ભીડને હટાવી દીધી હતી અને તે પછી છોકરી પણ તેની બહેનપણીઓ સાથે ત્યાંથી જતી રહી હતી.(૨૧.૫)

(12:43 pm IST)