Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દર ચોથો ગ્રાહક છેતરપીંડીનો શિકાર

ડીજીટલ બેંર્કીગ અપનાવ્યા પછી છેતરપીંડી વધીઃ દુરસંચાર, બેર્કીગ અને છુટકમાં સોૈથી વધુ જોખમ

મુંબઇ તા.૧૯: દેશમાં નાણાકિય વ્યવહાર માટે ડીજીટલ બેંકીંગને બહુ ઝડપથી ગ્રાહકોએ અપનાવ્યું છે. પરંતુ તેની સાથે જ નાણાકિય છેતરપીંડી મામલામાં ઘણો વધારો થયો છે.

વૈશ્વિક વિત્તિય સુચના કંપની એકસપીરીયનના રીપોર્ટ મુજબ ભારતના દર ચારમાંથી એક ગ્રાહક સાથે નાણાકીય છેતરપીંડી થાય છે. સર્વેમાં શામેલ ૨૪ ટકા ભારતીયો એ સ્વીકાર્યુ કે ઓનલાઇન ટ્રોજેકશનમાં છેતરપીંડી થઇ. ઓનલાઇન છેતરપીંડીનો સોૈથી વધુ ખતરો દુર સંચાર અને બેંકોમાં છે. દુર સંચાર ક્ષેત્રમાં ૫૭ ટકા, બેંકોમાં ૫૪ ટકા અને રીટેઇલક્ષેત્રમાં ૪૬ ટકા ગ્રાહકો સાથે છેતરપીંડીની ઘટનાઓ થઇ હતી.

બેંકો અને રીટેઇલ વિક્રેતાઓ સાથે ડેટા શેર કરવાનું સોૈથી સરળ છે. બેંક સાથે ૫૦ ટકા અને રીટેલ વિક્રેતાઓ સાથે ૩૦ ટકા લોકો સહેલાઇથી પોતાના ડેટા શેર કરે છે. જુદી-જુદી સેવાઓનો લાભ મેળવવા માટે અંગત ડેટા(૫૧ ટકા) શેર કરવાનું પણ સરળ છે.

૬૫ ટકા ભારતીય ઉપભોકતાઓ એ કહયું કે, ડીજીટલ ચુકવણી માટે તેઓ મોબાઇલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. તેઓ આને સુવિધાજનક ગણે છે. રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે, ઇલેકટ્રોનિકસ અને ટ્રાવેલ કંપનીઓમાં ડીજીટલ ટ્રાંજેકશન ઝડપથી વધી રહયું છે. (૧.૮)

(10:41 am IST)