Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

''ડીજીટલ ઇન્ડિયા'': ઓનલાઇન આર્થિક વહીવટ કરતા ભારતીયો પૈકી ચોથા ભાગના લોકો છેતરપીંડીનો ભોગ બની રહ્યા હોવાનો સર્વે

મુંબઇઃ ડીજીટલ ઇન્ડિયાના વધી રહેલા વ્યાપની સાથોસાથ ભારતીયો દ્વારા થતા ઓનલાઇન વહીવટમાં ૨૪ ટકા ભારતીયો છેતરપીંડીનો ભોગ બને છે. તેવું ગ્લોબલ ફાઇનાન્સ ઇન્ફોર્મેશન કંપની એક્ષપેરીઅન ના અહેવાલમાં જણાવાયું છે આ છેતરપીંડીનો ભોગ બનનારાઓ પૈકી ૫૭ ટકા ટેલિકોમ, ૫૪ ટકા બેકીંગ, તથા ૪૬ ટકા છુટક વ્યાવસાય ક્ષેત્રે કરાતી કામગીરીમાં ભોગ બનતા હોવાનું જણાયું છે.

એશિયાના દેશો પૈકી ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા દેશોમાં ભારતીયો પ્રથમ ક્રમે હોવાનું જણાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

 

(8:52 am IST)