Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

નિર્મલા સિતારમન નબળા રક્ષામંત્રી :શહીદ સૈનિક ઔરંગઝેબ અને તેના પિતાને સલામ

ઔરંગઝેબ દરેક મુસલમાનના ઘરમાં પેદા થવો જોઈએ.;સામના

મુંબઈ ;ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સેનાના જવાન ઔરંગઝેબની શહાદત પર શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં રક્ષામંત્રી નિર્મલા સીતારમન પર નિશાન સાધ્યુ છે. સામના અખબારમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમનને નબળા ગણાવવામાં આવ્યા છે. સામનામાં લખાયેલાં લેખમાં શહીદ સૈનિક ઔરંગઝેબ તેમજ તેના પિતાની ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે.સામનામાં લખવામાં આવ્યુ છે કે ઔરંગઝેબ દરેક મુસલમાનના ઘરમાં પેદા થવો જોઈએ.
  અત્રે ઉલ્લેખનીય છે કે ઈદની રજા માટે જઈ રહેલા સેનાના સૈનિક ઔરંગઝેબનુ આતંકવાદીઓ અપહરણ કરી લીધુ હતું.એ પછી ગુરુવારે સાંજે રાયફલમેન ઔરંગઝેબનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના પુલવામા જિલ્લામાં બની હતી.,જેમાં આતંકીઓ દ્રારા ઔરંગઝેબની હત્યા કરવામાં આવી હતી.

  જવાન ઔરંગઝેબ પૂંછ જિલ્લાનો રહેવાસી હતો. મોડી સાંજે પુલવામા જિલ્લામાંથી અપહરણ કરાયેલ જવાન ઔરંગઝેબનો મૃતદેહ મળ્યો હતો.  થોડા જ સમયમાં પોલીસ અને સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આતંકીઓએ ઔરંગઝેબને મારતાં પહેલા તેનો એક વીડીયો પણ ઉતાર્યો હતો જે દેશભરમાં વાઇરલ થતાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યાં હતા.

(12:00 am IST)