Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ચીન ,ભારત અને પાકિસ્તાનની ત્રિપક્ષીય સમિતિ યોજવી જોઈએ :SCO ભારત- પાકિસ્તાનને નજીક લાવવામાં મદદ કરી શકે ;ચીને મુક્યો પ્રસ્તાવ

જાહેરમાં પાકિસ્તાનનો પક્ષ લેનાર ચીને હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કાયમી દુશ્મનીનો અંત લાવવાનું બીડું ઝડપ્યું

 

નવી દિલ્હી :વૈશ્વિક મંચ પર અનેકવાર જાહેરમાં પાકિસ્તાનનો પક્ષ લેનાર ચીને હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કાયમી દુશ્મનીનો અંત લાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ ચીને એક પ્રસ્તાવ મુક્યો છે કે ચીન,ભારત અને પાકિસ્તાનની ત્રિપક્ષીય સમિટનું આયોજન થવું જોઈએ. ચીનના એમ્બેસેડરે કહ્યું હતું કે  હાલમાં ભારત અને પાકિસ્તાન શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગનાઇઝેશન (SCO)નો હિસ્સો બન્યા છે, મંચ ભારત અને પાકિસ્તાનને નજીક લાવવામાં મદદ કરી શકે છે

    ભારત અને ચીનના સંબંધો વિશે ચીનના એમ્બેસેડર Luo Zhaohui કહ્યું છે કે ભારત અને ચીન પાડોશી છે અને કારણે બંને વચ્ચે મિત્રતા હોવી જરૂરી છે. ભારત અને ચીને દસ મિત્રતાનો દસ વર્ષનો કરાર કરવો જોઈએ અને માટે અમે દિલ્હીને એક ડ્રાફ્ટ પણ સોંપ્યો છે. તેમણે કહ્યું કે અમે ફરી એકવાર ડોકલા જેવી સ્થિતિ નહીં જોઈ શકીએ. ચીનના એમ્બેસેડરે કહ્યું છે કે વર્ષે બિજિંગમાં બંને દેશો વચ્ચે બોર્ડર મામલે વાતચીત થશે તેમજ બંને દેશોના વિદેશ મંત્રીઓની તેમજ રક્ષા મંત્રીઓની પણ મુલાકાત થશે

   ચીનના એમ્બેસેડરે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિમાં શી જિનપિંગની નીતિની ઝલક જોવા મળે છે. ભારત અને ચીનના લોકોને તેમજ અધિકારીઓનો પરસ્પર સંબંધ વધવો જોઈએ. અમે ભવિષ્યમાં પણ ભારતીય પ્રવાસીઓને કૈલાસ માનસરોવર યાત્રા માટે શક્ય એટલી વધારે મદદ કરીશું.

  છેલ્લા કેટલાક દિવસોમાં નરેન્દ્ર મોદીએ પહેલી વાર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઇન્ફોર્મલ સમિટ માટે અને બીજી વાર એસસીઓ સમિટ માટે એમ કુલ બે વખત ચીનની મુલાકાત લીધી હતી. બંને મુલાકાતો પછી ભારત અને ચીનના સંબંધોમાં સુધારાની નવી શરૂઆત થઈ છે.

(12:00 am IST)